લગ્ન કેન્સલ થવા સુધીનો વારો આવી ગયો, પરંતુ બાદમાં સમાજના પંચાયત અને વૃદ્ધોએ સમજાવતા કન્યાપક્ષના લોકો લગ્ન માટે તૈયાર થયા હતા. મધ્યપ્રદેશના છતરપુરમાં લગ્નનો મંડપ અખાડો બની ગયો. જાનૈયા અને કન્યપક્ષના લોકો વચ્ચે ખુરશીઓ ઉછળી ગઈ. કન્યાપક્ષના લોકોએ જાનૈયાઓને મેથીપાક ચખાડ્યો, ત્યાં સુધી કે વરરાજાને પણ ન છોડ્યો. મારામારીનું કારણ ડાન્સમાં કંટાળો આવતો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. દુલ્હનના ઘરની મહિલાઓ ડાન્સ કરી રહી હતી. જાનૈયાઓ તેનાથી કંટાળી ગયા અને નાચ-ગાન બંધ કરી લગ્નની વિધિ પૂરી કરવાનું કહ્યું, જેને લઈને કન્યાપક્ષના લોકો એટલા નારાજ થઈ ગયા કે તેમના હાથમાં જે આવ્યું તેનાથી જાનૈયાઓને માર માર્યો. પોલીસ આવી છતાં મારામારી અટકી ન હતી.આ ઘટના 12 જૂનની છે.
Visit Saurashtra Kranti Homepage here
લગ્નની વિધિ બીજા દિવસે 13 જૂને સંપન્ન થઈ અને તેનો વીડિયો હવે સામે આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ જાન આવ્યા પછી મોડી રાત્રે 2.30 વાગ્યા સુધી જાનૈયાઓએ જમી લીધું હતું. નાચવા-ગાવાનું ચાલી રહ્યું હતું. રસ્તા પર સાઈડમાં જ મંડપ બાંધવામાં આવ્યો હતો અને દુલ્હનના ઘરની મહિલાઓ અને યુવતીઓ ડાન્સ કરી રહી હતી. બીજી બાજુ જાનૈયાઓ ફેરા ક્યારે ફરાશે તેની રાહ જોઈને બેઠા હતા. જેને લઈને અનેક વખત કન્યાપક્ષના લોકોને કહેવામાં આવ્યું. પરંતુ જ્યારે નાચવા-ગાવાનું બંધ ન થયું તો નશામાં ચૂર વરરાજાના ભાઈની ધીરજ ખૂટી પડી. તેને મંડપ નીચે વાગી રહેલી મ્યૂઝિક સિસ્ટમને લાત મારી દીધી.
બસ આટલું જ બાકી હતું અને કન્યપક્ષના લોકો જાનૈયાઓ પર તૂટી પડ્યા. જાન ટીકમગઢથી આવી હતી. લગ્ન બંજારા પરિવારમાં હતા. મળતી માહિતી મુજબ હોબાળા પછી દુલ્હન સોનમના પરિવાર લગ્નની ના પાડી દીધી હતી. દુલ્હા ચંદૂ અને તેમના પરિવારને જાન પાછી લઈ જવાનું કહ્યું. જે બાદ વરરાજાના ઘરના વૃદ્ધો આગળ આવ્યા અને તેમને દુલ્હનના ઘરના લોકોને મનાવ્યા. સોનમના માતા-પિતા નથી. ભાઈ-ભાભી અને સમાજના લોકોએ તેના લગ્ન કરાવ્યા.
Read About Weather here
પેટ્રોલિંગ કરી રહેલી પોલીસને આ વાતની જાણ થઈ કે કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી. પોલીસે સમજાવ્યા છતાં લોકો ન માન્યા. કડક વલણ અપનાવ્યું ત્યારે જઈને વિવાદ શાંત થયો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here