વિમાનનો પાયલટ અંજાઈ ગયા…!

લગ્નની લાઈટોના લીધે વિમાનનો પાયલટ અંજાઈ ગયા...!
લગ્નની લાઈટોના લીધે વિમાનનો પાયલટ અંજાઈ ગયા...!
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે સુરત ડુમ્મસમાં લગ્ન પ્રસંગના કારણે 5 દિવસ પહેલા સુરત એરપોર્ટ પર મોટો અકસ્માત થતા અટક્યો હતો. સુરતમાં લગ્નની ચકાચોંદ લાઈટોના કારણે વિમાનનો પાયલટ અંજાઈ ગયો હતો અને લેન્ડિંગ ન્હોતો કરી શકતો.

Visit Saurashtra Kranti Homepage here

જોકે. પોલીસે તાબડતોબ લાઈટો બંધ કરાવીને વિમાનને લેન્ડ કરાવ્યું હતું.45 મિનિટ ફ્લાઈટ ફરતી રહી હતી. જેના કારણે પ્લેનમાં બેસેલા 62 યાત્રીના શ્વાસ અધ્ધર થયા હતા.

સુરતમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં લગાવેલી એલઇડી હાઇ બીમ લાઇટની ફ્લેશથી પ્લેનના પાયલોટની આંખ અંજાતા ફ્લાઇટ લેન્ડ કરવામાં તકલીફ પડી હતી.

આ વાતની જાણ તાત્કાલિક એટીસી ટાવરને કરીને ફ્લાઈટનો રૂટ બદલી આપવા જણાવ્યું હતું. બીજી બાજુ તાત્કાલિક ડુમસ પોલીસને લગ્ન પ્રસંગમાં દોડાવી એલઇડી હાઇ બીમ લાઇટ બંધ કરાવી હતી. તે પછી ફ્લાઇટ લેન્ડ થઈ હતી.

એરપોર્ટ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, સુરતમાં આજથી 5 દિવસ પહેલા ડુમસ વિસ્તારમાં એક લગ્ન હતા. જેમાં એલઇડી હાઇ બીમ લાઇટ મૂકવામાં આવી હતી.

જેનો ફ્લેશ ફ્લાઇટના લેન્ડિંગ રૂટમાં પડતો હતો. ATCએ તાકિદે પોલીસ કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરતા ડુમસ પોલીસે આકાશમાં દેખાતી ફ્લેશ લાઈટ શોધી લગ્નપ્રસંગમાં પહોંચી એલઇડી હાઇ બીમ લાઇટ બંધ કરાવી હતી, અને ફ્લાઇટ લેન્ડ થઈ હતી. ઘટનાને પગલે ફ્લાઇટ પોણો કલાક મોડી લેન્ડ થઈ હતી.

Read About Weather here

તે જ સમયે એક ફ્લાઇટ લેન્ડ થવામાં હતી, પરંતુ પાઈલોટની આંખમાં ફ્લેશ આવતા લેન્ડિંગમાં તકલીફ પડી હતી. જેથી તેમણે ફ્લાઇટનો રૂટ બદલી એટીસી ટાવરને જાણ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here