રણબીર કપૂરની બેચલર પાર્ટીમાં સામેલ થનારા મહેમાનોનું લિસ્ટ પણ સામે આવ્યું છે. રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ પોતાના લગ્નને કારણે ચર્ચામાં છે. લગ્ન પહેલાં રણબીર કપૂર બેચલર પાર્ટી આપવાનો છે. રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ 17 એપ્રિલે ફેરા ફરશે. પહેલાં ચર્ચા હતી કે બંને RK હાઉસમાં લગ્ન કરવાના છે. જોકે, હવે બંને ચેમ્બુરમાં આવેલા RK સ્ટુડિયામાં લગ્ન કરવાના છે. લગ્નમાં કોને કોને બોલાવવામાં આવશે તે હજી સુધી નક્કી નથી. રણબીર તથા આલિયા હાલમાં પરિવાર સાથે આ અંગે ચર્ચા કરી રહ્યા છે. હજી સુધી બંનેએ મહેંદી તથા વેડિંગ પ્લાનરને અપોઇન્ટ પણ કર્યા નથી.
Visit Saurashtra Kranti Homepage here
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ ગ્રાન્ડ વેડિંગ ઈચ્છતા નથી. તેઓ પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કરવા માગે છે. બંનેના લગ્નનું ફંક્શન એક અથવા તો બે દિવસનું જ હશે. આટલું જ નહીં લગ્નમાં પણ માત્ર નિકટના પરિવારના સભ્યોને બોલાવવામાં આવશે. પહેલાં ચર્ચા હતી કે લગ્નમાં 450 મહેમાનો આવશે.રણબીર કપૂર પોતાના ઘરે જ બેચલર પાર્ટી આપશે. આ પાર્ટીમાં ઇન્ડસ્ટ્રીના એકદમ નિકટના તથા નાનપણના મિત્રો સામેલ રહેશે. આ લિસ્ટમાં અર્જુન કપૂર, આદિત્ય રોય કપૂર તથા અયાન મુખર્જીનું નામ છે. આ ત્રણેય રણબીરની ઘણાં જ ક્લોઝ છે.
Read About Weather here
કપૂર પરિવાર એપ્રિલ એન્ડમાં લગ્ન કરવા માગતો હતો, પરંતુ ભટ્ટ પરિવારે મિડ એપ્રિલમાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે. બંને એકબીજાના પરિવારની સાથે સારું બોન્ડિંગ શૅર કરે છે. રણબીરની માતા નીતુ સિંહ અને બહેન રિદ્ધિમા કપૂર સાહનીને આલિયા ઘણી પસંદ છે તો રણબીર પણ અવારનવાર આલિયાના પરિવાર સાથે જોવા મળતો હોય છે.આલિયા ભટ્ટના નાના નરેન્દ્ર નાથ રાઝદાનની તબિયત નરમ-ગરમ રહેતી હોવાથી પરિવાર જેમ બને તેમ જલ્દી લગ્ન લેવાય તેમ ઈચ્છે છે.રણબીર અને આલિયા 4 વર્ષથી વધુ સમયથી રિલેશનશિપમાં છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here