આલિયા ભટ્ટે સો.મીડિયામાં સોનાગ્રાફીની તસવીર શૅર કરી હતી. તે હોસ્પિટલમાં છે અને તેની સાથે રણબીર કપૂર છે. આલિયા ભટ્ટ તથા રણબીર કપૂરે 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા. આલિયા ભટ્ટે આજે એટલે કે 27 જૂનના રોજ સો.મીડિયામાં સોનોગ્રાફીની તસવીર શૅર કરીને પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.સ્ક્રીન પર તેણે હાર્ટ ઇમોજી કરી હતી. અન્ય તસવીરમાં તેણે સિંહ-સિંહણ અને બચ્ચાની તસવીર શૅર કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
બંને તસવીર શૅર કરીને આલિયા ભટ્ટે કહ્યું હતું, ‘અમારું સંતાન… ટૂંક સમયમાં જ આવશે.’રણબીર તથા આલિયા ભટ્ટે પરિવાર તથા મિત્રોની હાજરીમાં ઘરમાં જ લગ્ન કર્યાં હતાં. આલિયા તથા રણબીરે પાંચ વર્ષના ડેટિંગ બાદ ફેરા ફર્યા હતા.રણબીર કપૂરની લગ્ન બાદ પહેલી ફિલ્મ ‘શમશેરા’ 22 જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે.
Read About Weather here
ત્યારબાદ આલિયા-રણબીરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ 9 જુલાઈએ રિલીઝ થશે. રણબીર કપૂર ‘એનિમલ’માં કામ કરી રહ્યો છે. આ ઉપરાંત તેણે સ્પેનમાં લવ રંજનની ફિલ્મનું શૂટિંગ શ્રદ્ધા કપૂર સાથે કર્યું હતું. અહીંયા તેણે હોલિવૂડ પ્રોજેક્ટ ‘હાર્ટ ઑફ સ્ટોન’નું શૂટિંગ કર્યું હતું. આ ઉપરાંત આલિયા ‘રૉકી ઔર રાની કી પ્રેમકહાની’માં રણવીર સિંહ સાથે જોવા મળશે.રણબીર કપૂર હાલમાં સ્પેન છે અને આલિયા ભટ્ટે થોડાં દિવસ પહેલાં લંડનમાં હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here