લક્ષ્મીનગરમાં ફ્લેટમાંથી ચોરી કરનાર તસ્કર ઝડપાયો

લક્ષ્મીનગર
લક્ષ્મીનગર

પાંચ દિવસ પહેલા દિવસના રેકી કરી રાત્રીના સમયે લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલા ત્રિમૂર્તિ ટાવરના ફ્લેટમાંથી ચોરી કરી હોવાની કબુલાત આપ

જુગારના કેસમાં પાંચ મહિનાથી નાસતા ફરતા બે શખ્સો ઝડપાયા

શહેરના લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલા ફ્લેટમાં ચોરી કરનાર અને છેલ્લા પાંચ મહિનાથી જુગારના કેસમાં નાસતા ફરતા બે શખ્સ સહીત ત્રણની પોલીસે ધરપકડ કરી છે. આ અંગેની વિગત મુજબ માલવિયા નગર પોલીસ મંથકના પી.એસ.આઈ વી.કે.ઝાલા સહિતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

Subscribe Saurashtra Kranti here

ત્યારે 150 ફૂટ રીંગ રોડ પર આવેલા મવડી ચોકડી પાસેથી ચોરાઉ મુદ્દામાલ વેચવા નીકળેલા પ્રદિપ ઉર્ફે પદીયો કાળુ પઢારીયા (રહે. ગુલાબનગર, ગોંડલ રોડ) નામના શખ્સની અટકાયત કરી સધન પૂછપરછ કરતા શખ્સે પાંચ દિવસ પહેલા દિવસના રેકી કરી રાત્રીના સમયે લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલા ત્રિમૂર્તિ ટાવરના ફ્લેટમાંથી ચોરી કરી હોવાની કબુલાત આપતા પોલીસે પ્રદિપ ઉર્ફે પદીયાની ધરપકડ કરી રોકડા રૂ. 35000 કબજે કર્યા છે.

Read About Weather here

જયારે જામનગર રોડ પર આવેલી માધાપર ચોકડી પાસે થી અગાઉ જુગારના ગુનામાં નાસતા ફરતા દીપક જયેન્દ્ર રાવલ તથા યોગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના બે શખ્સોની ક્રાઈમ બ્રાંચના સ્ટાફે ધરપકડ કરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here