જોકે હજુ સુધી અલંગ ખાતેના અંતિમ ખરીદનાર નક્કી થયા નથી. પરંતુ આગામી સપ્તાહમાં બધું ફાઇનલ થઇ જશે. જેન્ટિંગ હોંગ કોંગ જેન્ટિંગ ગ્રુપનું સ્ટાર પીસીસ ક્રૂઝ અલંગ ખાતે અંતિમ સફરે આવી ચૂક્યું છે. આ ક્રૂઝ મલેશિયાની કંપનીની માલિકીનું છે. સ્ટાર પીસીસ ક્રૂઝ ભાવનગરના અલંગ દરિયા 2 કિલોમીટરના અંતરે બેન્કરેજ પર પહોંચી ગયુ છે. સ્ટાર પીસીસી ક્રૂઝ શિપ 1990માં બનાવવામાં આવ્યું હતું.આ ક્રૂઝ 14 માળનું છે, જે 177 મીટર લાંબુ, 30 મીટર પહોળું છે, સ્ટાર પીસીસ ક્રૂઝ શિપમાં 1900 પેસેન્જરોનો સમાવશે થઈ શકે છે, અને 750 ક્રુ મેમ્બરો સામેલ થઈ શકે છે.
Visit Saurashtra Kranti Homepage here
સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાઈરસને કારણે ક્રૂઝ ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધુ પ્રભાવિત થઇ હતી. જહાજ માલીકોને શિપ સાચવવા પણ આર્થિક ક્ષેત્રે પરવડી રહ્યા ન હતા, તેથી કોરોનાના 2 વર્ષના સમયગાળા દરમિયાન અનેક ક્રૂઝ જહાજો ભાંગવા માટે મોકલવામાં આવ્યા છે.1900 પેસેન્જરનું જહાજ સ્ટાર મીન મૂળરૂપે રેડરી એબી સ્લાઈટની બ્રાન્ડ વાઇકિંગ લાઇન માટે ક્રૂઝફેરી “એમએસ કેલિપ્સો” (માસા-યાર્ડ્સ, તુર્કુ ફિનલેન્ડ દ્વારા) તરીકે બનાવવામાં આવ્યું હતું. આ જહાજ SULZER મરીન ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે અને કુલ પાવર આઉટપુટ 23.75 MW છે. જેમાં બોટના 12 ડેક છે.
Read About Weather here
બાળકો, કિશોરો અને પુખ્ત વયના લોકો માટે સ્ટાર મીન લાઉન્જ, ક્લબ અને અન્ય મનોરંજન સ્થળોની સંપૂર્ણ સૂચિને અનુસરે છે. સાથે સ્ટાર ક્લબ, સ્ટાર કેરેઓકે, હેલ્થ ક્લબ, ઓસ્કારનું બ્યુટી સલૂન, સ્ટાર બુટિક, મેક્સિમ્સ લાઉન્જ, પ્રીમિયમ ક્લબ, મનોરંજન લેન, પિયાનો બાર જેન્ટિંગ પેલેસ, જેન્ટિંગ ક્લબ સામેલ છે. અલંગની આજુબાજુની રીટેલ માર્કેટમાં ક્રૂઝ જહાજોના સામાન વેચાણાર્થે આવી રહ્યા છે. અલંગમાં નવું ભંગાવા માટે આવી રહેલું જહાજ આકર્ષણનું કેન્દ્ર બનવાની શક્યતા છે. અગાઉ કર્ણિકા, ગ્રાન્ડ સેલિબ્રેશન, કોલમ્બસ, મેગેલાન, ઓશન ડ્રીમ, અલ્બાસ્ટ્રોસ, માર્કોપોલો, મેટ્રોપોલીસ, સ્ટ્રે મેટ્રોપોલીસ, લીઝર વર્લ્ડ, એમ્યુઝમેન્ટ વર્લ્ડ જેવા ક્રુઝ શિપ અલંગમાં આવી ચૂક્યા છે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં કોરોનાકાળથી અત્યારસુધીમાં 14 ક્રૂઝ જહાજો ભંગાઇ ચૂક્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here