રોનાલ્ડોની રોમેન્ટિક ડેટ તસવીરોમાં

રોનાલ્ડોની રોમેન્ટિક ડેટ તસવીરોમાં
રોનાલ્ડોની રોમેન્ટિક ડેટ તસવીરોમાં
36 વર્ષીય રોનાલ્ડોએ જોર્જિનાને બર્થ ડે વિશ કરવા માટે લાખો રૂપિયા ખર્ચ કર્યા છે. એટલું જ નહીં જ્યારે તેને બુર્ઝ ખલીફા પર જોર્જિનાને કરેલી ખાસ વિશનો વીડિયો પોસ્ટ કરી આ ક્ષણને પોતાની યાદોમાં કેદ કરી લીધી છે. તમને જણાવી દઈએ કે અત્યારે સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો દુબઈમાં પોતાની પ્રેમિકા અને પરિવાર સાથે ખાસ સમય વિતાવી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

પોર્ટુગલ અને માનચેસ્ટરના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાની ગર્લફ્રેન્ડને લાખો રૂપિયાની ખાસ ગિફ્ટ આપી છે. ઉલ્લેખનીય છે કે રોનાલ્ડોએ ગર્લફ્રેન્ડ જોર્જિનાનો 28મો જન્મદિવસ ઘણો સ્પેશિયલ રીતે ઉજવ્યો હતો. તેણે દુનિયાની સૌથી મોટી બિલ્ડિંગ દુબઈની બુર્ઝ ખલીફા પર જોર્જિનાની તસવીર તથા વીડિયો પ્રદર્શિત કરી પોતાની પ્રેમિકાને સ્પેશિયલ ગિફ્ટ આપી હતી. આ બર્થ ડે વિશ દરમિયાન રોનાલ્ડો, જોર્જિના અને પોતાના બાળકો સાથે જોવા મળ્યો હતો.

રોનાલ્ડોની રોમેન્ટિક ડેટ તસવીરોમાં રોનાલ્ડો

તેવામાં રોનાલ્ડોની આ રોમેન્ટિક ડેટ તેના ફેન્સને પણ ઘણી પસંદ આવી છે.રોનાલ્ડો અને તેના પરિવારે ગુરુવારે બુર્ઝ ખલીફાની સામે બેસી ડિનર કરવાનો આનંદ માણ્યો હતો. તેના સિવાય રોનાલ્ડો પોતાના પરિવાર સાથે બીચ પર ફરવા પણ ગયો હતો. તેવામાં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બુર્ઝ લેક પર લાઈટ અને લેસર શો કરાવવો ઘણો મોંઘો છે. 3 મિનિટના આ પ્રમોશનલ વીડિયોના મેસજ માટે લગભગ 50 લાખ રૂપિયાથી વધુ ખર્ચ થઈ જાય છે.

જ્યારે શનિવાર અને રવિવારે આના ભાવ વધારે હોય છે. આ સિરીઝમાં જણાવ્યું છે કે જોર્જિના અને રોનાલ્ડોની મુલાકાત 2016માં થઈ હતી. આની પહેલા તે એક દુકાનમાં કામ કરતી હતી અને તેનો પગાર હજાર રૂપિયા જ હતો. જોર્જિનાએ આ સિરીઝમાં તેના અને રોનાલ્ડો વચ્ચેના પ્રેમ સંબંધો કેવી રીતે બંધાયા એના વિશે જણાવતી જોવા મળે છે.

રોનાલ્ડોની રોમેન્ટિક ડેટ તસવીરોમાં રોનાલ્ડો

Read About Weather here

જોકે રોનાલ્ડો માટે આ રકમ કંઈ ખાસ ન કહેવાય. તેની વાર્ષિક આવક લગભગ 3700 કરોડ રૂપિયા છે. એટલું જ નહીં તેની પાસે 200 કરોડ રૂપિયાના પ્રાઈવેટ જેટ સિવાય ઘણી સ્પોર્ટ્સ કાર પણ છે.તાજેતરમાં જ નેટફ્લિક્સ પર જોર્જિનાના જીવન પર એક સિરીઝ રિલિઝ થઈ છે, જેનું નામ આઈ એમ જોર્જિના છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here