જુના ઝગડાનો ખાર રાખી પાંચેય શખ્સોએ આજીંનદીના પટમાં લઈ જઈ યુવક પર ધોકા – પાઇપ , છરી વડે હુમલો કરી ગંભીર ઇજા કરી નાશી છૂટ્યા
શહેરના સંતકબીર રોડ પર શક્તિ હોટલ પાસેથી દેવીપૂજક યુવકનું બાઇકમાં બેસાડી અપહરણ કરી લઈ જઈ આજીનદીના પટમાં છરી – પાઇપ, ધોકા વડે સાત શખ્સોએ મારમારી હાથ – પગ ભાંગી નાખ્યા અંગેની થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
અપહરણ – મારમારીના બનાવ અંગે આજીવસાહત ખોડિયારપરા શેરી નંબર ૨૮ માં રહેતા સ્ક્રેપની મંજૂરી કામ કરતા વિપુલ કિશન સોલંકીની ફરિયાદ પરથી થોરાળા પોલીસે બાલી ઓળ, શુભો થતા અજાણ્યા પાંચ ઈસમો સામે રાયોટ, અપહરણ , મારમારી, જાહેરનામા ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઇજાગ્રસ્ત વિપુલ સોલંકીએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે સંત કબીર રોડ પર શક્તિ હોટલ પાસે ઉભો હતો. ત્યારે જુના ઝગડાનો ખાર રાખી બાલી ઓળ તથા શુભો સહિતના પાંચ અજાણ્યા શખ્સોએ બાઇકમાં આવી લોંખડના પાઇપ- પ્લાસ્ટિકના પાઇપ વતી મારમારી ઇજા કરી મને બળજબરીથી બાઇકમાં બેસાડી અપહરણ કરી લઈ જઇ
Read About Weather here
અજી નદીના કાંઠે ફરી લોખડના પાઇપ તથા છરી વડે શરીર પર છરકા કરી તથા બન્ને પગમાં પાઇપ મારી ફેક્ચરી જેવી ઇજા કરી નાશી છૂટ્યા હતા.બાદમાં પરિવારને બનાવ અંગેની જાણ કરી સીવીલ હોસ્પિટલમાં સારવાર મેળવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here