BCCI બોર્ડની AGMમાં પ્રમુખ તરીકે રોજર બિન્ની ચૂંટવામાં આવ્યા હતા. તેઓ સૌરવ ગાંગુલીનું સ્થાન લેશે. BCCIની AGMમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. BCCIની AGM આજે મુંબઈની તાજ હોટલમાં યોજાઈ હતી, જેમાં BCCI સેક્રેટરી જય શાહ, પૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલી, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, ટ્રેઝરર અરુણ સિંહ ધૂમલ અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોજર બિન્ની પણ હાજર રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
આ પદ માટે રોજર બિન્ની એકમાત્ર ઉમેદવાર હતા. તેઓ આ પદનું નામાંકન ભરનાર માટે એકમાત્ર વ્યક્તિ હતા. રોજર બિન્ની હાલ તો કર્ણાટક ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ છે, ત્યારે આજે બિનહરીફ રીતે BCCIના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે.
Read About Weather here
67 વર્ષના રોજર બિન્ની ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી છે. તેમનો જન્મ બેંગલુરુમાં થયો હતો. બિન્ની ભારતીય ક્રિકેટ ટીમમાં રમનાર પહેલા એંગ્લો-ઈન્ડિયન પ્લેયર બન્યા હતા. ઓલરાઉન્ડર બિન્નીએ 1979માં બેંગરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પાકિસ્તાનની સામે નેશનલ ટીમ માટે ડેબ્યુ કર્યું હતું. તેમણે ભારતીય ટીમ માટે 27 ટેસ્ટ અને 72 વન-ડે મેચ રમી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here