લાલ સિગ્નલ જોઈ યુવકે બાઈક ઉભી રાખી અને પાછળથી પુરપાટ ઝડપે આવતા ટ્રકે બાઇકને ઠોકર મારી પાછળ બેઠેલી યુવતીને કચડી નાંખી ; યુવકની નજર સમક્ષ જ મંગેતરનું મોત નીપજ્યું
શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર ટેલિફોન એક્ષચેન્જ પાસે રાત્રીના સાડા નવેક વાગ્યે ટ્રાફિક સિગ્નલની લાઇટ લાલ થઇ જતાં ગાંધીગ્રામમાં રહેતાં ભીલ યુવાને પોતાના કરિઝમા બાઇકને બ્રેક મારી ઉભુ રાખતાં પાછળ પુરઝડપે આવેલા ટ્રકે તેને ઠોકરે ચડાવી દેતાંબાઇક પાછળ બેઠેલી તેની ભાવી પત્નિ રોડ પર ફેંકાઇ જતાં તેના પેટ પર ટ્રકનું તોર્ડીંગ વ્હીલ ફરી વળતાં મોત નીપજ્યું હતું.અકસ્માતના બનાવ અંગેની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસે દોડી જઇ મૃતદેહને પી.એમ અર્થે ખસેડયો છે. ભાવિ દંપતીને બગીચે ગુમાવ્યા બાદ યુવક તેની મંગેતરને ઘરે મુકવા જતો હતો. ત્યારે ટ્રક કાળમુખો બની જતાં ખુશખુશાલ ભાવી દંપતિ ખંડિત થઇ ગયું હતું.
Read National News : Click Here
બનાવની જાણવા મળેલી માહિતી મુજબ ગાંધીગ્રામ સત્યનારાયણનગર-૨/૩ના ખુણે રહેતો અને સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરી રહેલો રાજ મનોજભાઇ વાઘેલા (ભીલ) (ઉ.વ.૨૮) ગત રાતે પોતાના બાઇક નં. જીજે૦૩૪ઇ-૯૦૦૭માં પોતાની ભાવી પત્નિ દ્રષ્ટી બકુલભાઈ રામજીભાઈ પરમાર (ઉ.વ.૨૩)ને બેસાડી પોતાના ઘરેથી દ્રષ્ટીને તેણીના ઘરે યુનિવર્સિટી રોડ પર ઝવેરચંદ મેઘાણી કોલોની આવાસ યોજના કવાર્ટરમાં મુકવા જવા નીકળ્યો હતો.બંને રૈયા ટેલિફોન એક્ષચેન્જ નજીક અમુલ પાર્લર પાસે પહોંચ્યા ત્યાં જ સિગ્નલની લાઇટ લાલ થતાં રાજે પોતાનું બાઇક ધીમુ પાડી બ્રેક મારી ઉભુ રાખ્યું હતું.
એ વખતે પાછળ આવી રહેલા ટ્રક નં. જીજે૦૮૩-૩૨૫૮ના ચાલકે બ્રેક ન મારતા રાજે ભય પારખી લઇ પોતાનું બાઇક ઝડપથી સાઇડમાં લેવા પ્રયાસ કરતાં ટ્રકે બાઇકને ઠોકરે ચડાવી દીધું હતું. એ સાથે જ રાજની પાછળ બેઠેલી દ્રષ્ટી રોડ પર ફેંકાઇ જતાં તેના પેટ પર વ્હીલ ફરી વળતાં ગંભીર ઇજા પહોંચી હતી. રાજને પણ હાથ-પગમાં ઇજાઓ પહોંચી હતી. પણ તેનો ચમત્કારીક બચાવ થયો હતો. દ્રષ્ટીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ કમનસિબે જીવ બચી શકો નહોતો.બીજી તરફ બનાવ બાદ ચાલક ટ્રક રેઢો મુકી ભાગી ગયો હતો.
Read About Weather here
ઘટના સ્થળે લોકો ભે ટોળા ભેગા થઇ ગયા હતાં. કોઇએ પોલીસને જાણ કરતાં ગાંધીગ્રામના પીએસઆઇ એચ. વી. સોમૈયા, જયસુખભાઇ આહિર, હંસરાજભાઇ સહિતના સ્ટાફે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસે રાજ વાઘેલાની ફરિયાદ પરથી ટ્રકના ભાગી ગયેલા ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here