રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર શખ્સ ઝડપાયો

રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર શખ્સ ઝડપાયો
રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર શખ્સ ઝડપાયો
શહેરનાં રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાં રહેતી સગીરાનું એક મહિના પહેલા અપહરણ કરી લઇ ગયા બાદ સગીરા સાથે બળજબરી કરી દુષ્કર્મ કરનાર શખ્સને પોલીસે દબોચી લઇ સગીરાને મુક્ત કરાવી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાં રહેતો અને કલર કામનો ધંધો કરતો રાજસ્થાની યુવાને ગાંધીગ્રામ-2 (યુર્ની) પોલીસમાં એક મહિના પહેલા ફરિયાદ નોંધાવી હતી કે તેની સગીર વયની પુત્રીને પડોશમાં રહેતો મીઠાલાલ ગુદડરામ ચૌહાણ (ઉ.વ.21) નામનો મારવાડી શખ્સ લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ નોંધાવતા પી.આઈ એ.એસ.ચાવડા સહિતનાં સ્ટાફે સગીરાની શોધખોળ આદરી હતી.

તે દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે સગીરા અને તેનું અપહરણ કરનાર મારવાડી શખ્સ સુરેન્દ્રનગરમાં હોવાની હકીકત મળતા પોલીસે મીઠાલાલ ગુદડરામ ચૌહાણ નામના શખ્સને દબોચી લઇ સગીરાને મુક્ત કરાવી હતી.

Read About Weather here

પોલીસે સગીરાનું મેડીકલ કરાવતા અને સગીરાને પૂછપરછ કરતા મીઠાલાલે તેની સાથે બળજબરી કરી તેના પર દુષ્કર્મ કર્યું હોવાની વાત કરતા પોલીસે આ શખ્સ સામે બળાત્કારની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here