રૈયાધારમાં સફાઈ કામદાર પર 4 શખ્સોનો હુમલો

રૈયાધારમાં સફાઈ કામદાર પર 4 શખ્સોનો હુમલો
રૈયાધારમાં સફાઈ કામદાર પર 4 શખ્સોનો હુમલો

ભૂગર્ભ કુંડી સાફ કરતી વેળાએ યુવકે ગાળો આપવાની ના પાડતા ચારેય ભરવાડ શખ્સો છરી – પાઇપ વડે તૂટી પડ્યા ; એક શખ્સે છાતીમાં છરી ઝીંકી દેતા યુવક ગંભીર

શહેરના રૈયાધાર રાણીમાં રૂડીમાં ચોક પાસે મિત્રના ઘરે ભૂગર્ભ કુંડી સાફ કરવા ગયેલા સફાઈ કામદર પર 4 ભરવાડ શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા કર્યાની ફરિયાદ યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

Subscribe Saurashtra Kranti here

એસ.ટી.એસ.સી સેલના એસીપીએ વધુ તપાસ હાથ ધરી છે. મારામારીના બનાવ અંગે રૈયાગામમાં ખોડિયાર માતાજીના મંદિર પાસે રહેતા કડીયાકામ કરતા રાહુલ કિશોર બારૈયા ( ઉ.વ 20 ) એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં હુમલો કરનાર બુધા ભરવાડ , સોમા ભરવાડ, બીજલ ભરવાડ, દેવસી. ભરવાડ સામે છરી વડે છાતીમાં હુમલો કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.

પોલીસે આઈપીસી 323,324, 504 ,116 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઇજાગ્રસ્ત દલિત યુવાને ફરિયાદમાં જણાવ્યું છે કે તેના મિત્ર ભુપત ભરવાડને ત્યાં ભૂગરપ ગટરની કુંડી સાફ કરવા ગયો હતો.જ્યા બુધા ભરવાડે ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું.

જે ગાળો આપવાની ના પાડતા ચારેય શખ્સોએ ઢીકાપાટુનો મારમાર્યા બાદ બીજલ ભરવાડે છરી કાઢી મને છાતીના ભાગે ઝીકી દીધી હતી. નવા બનતા બાથરૂમ સંડાસ તોડીને નાશી છૂટ્યા હતા.

Read About Weather here

ઇજાગ્રસ્ત દલિત યુવકને મકાન માલિકે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here