રૈયાધારમાં યુવક પર ત્રણ શખ્સોનો છરી વડે હુમલો

નારાયણનગરમાં એક જ કોમના બે જૂથ વચ્ચે તલવાર - કુહાડી વડે મારમારી:ચારને ઇજા
નારાયણનગરમાં એક જ કોમના બે જૂથ વચ્ચે તલવાર - કુહાડી વડે મારમારી:ચારને ઇજા

દારૂ પીવાના પૈસા નહિ આપતા ત્રણ નશાખોરોએ હુમલો કર્યો

શહેરના રૈયાધાર મફરિયાપરામા દારૂ પીવા માટેના પૈસા માંગી યુવક પર ત્રણ શખાઓએ છરી વડે હુમલો કરી બન્ને હાથમાં ઇજા કર્યા અંગેની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

Subscribe Saurashtra Kranti here

મારામારીના બનાવ અંગે રૈયાધાર મફતીયાપરામાં રહેતા મંજૂરીકામ કરતા દિનેશભાઇ લક્ષ્મભાઈ પરમારની ફરિયાદ પરથી રવિ પરમાર, પકો તથા બાબુભાઇ સામે પૈસાની લેતી દેતી બાબતે છરી વડે હુમલો કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. પી.એસ.આઈ બરવાડિયાએ આઇપીસી ૩૨૩, ૩૨૪, ૫૦૫,૫૦૬ મુજબ ગુનો નોંધ્યો છે.

Read About Weather here

રૈયાધાર મફતિયાપરામાં રહેતો દિનેશ પરમાર ( ઉ.વ ૪૬ ) એ સાંજે ઘર પાસે હતો. ત્યારે દારૂ પીવા માટેના પૈસા માંગી ત્રણેય શખ્સોએ ઝગડો કર્યો હતો. રવિ પરમારે છરી વડે હુમલો કરી યુવકના બન્ને હાથમાં ઇજા કરી હતી. જ્યારે અન્ય બે શખ્સોએ ઢીકાપાટુનો મારમાર્યો હતો. ઇજાગ્રસ્ત યુવાને સિવિલ હોસ્પિટલમાં તબીબી સારવાર મેળવી હતી.

Previous articleઅંકલેશ્વરના બે સ્થળોએથી ટ્રાવેલિંગ બેગમાંથી મળેલા અજાણ્યા પુરૂષના મૃતદેહના ટુકડાઓનો પર્દાફાશ
Next articleભકતોના મહેરામણવિના ભગવાન જગન્નાથજીનું કૃપાદાન