રૈયાધારમાં ટ્યુશન સંચાલિકા પર પાડોશી 6 શખ્સોનો હુમલો

નારાયણનગરમાં એક જ કોમના બે જૂથ વચ્ચે તલવાર - કુહાડી વડે મારમારી:ચારને ઇજા
નારાયણનગરમાં એક જ કોમના બે જૂથ વચ્ચે તલવાર - કુહાડી વડે મારમારી:ચારને ઇજા

જુના ઝઘડાનો ખાર રાખી દંપતીએ લાકડી વડે હુમલો કરતા ભાઈ-બહેનને ઈજા: ઘર પર પથ્થરમારો થતા પોલીસ દોડી ગઈ

રૈયાધારનાં બંસીધર પાર્કમાં ટ્યુશન કલાસીસ સંચાલિકા, તેના ભાઈ પર જુના ઝઘડાનો ખાર રાખી ૬ શખ્સોએ લાકડી વડે હુમલો કર્યા અંગેની યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

Subscribe Saurashtra Kranti here

બનાવ અંગે રૈયાધાર બંસીધર પાર્ક-૨ માં રહેતા રશ્મિબેન વિજયભાઈ ભોજાણી (ઉ.વ.૩૦) એ યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં પાડોશી નાગજીભાઈ, તેની પત્ની લક્ષ્મીબેન, તેની પુત્રી લાભુબેન, તેનો પુત્ર ગોપાલ, ભગો સહિત બે અજાણ્યા સામે ગાળો આપી લાકડી વડે મારકૂટ કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. પી.એસ.આઈ બી.જી. ડાંગરે મારામારી, રાપોટ, ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગત તા.૨૬ નાં રોજ સવારનાં ૯:૦૦ વાગ્યે ઘરે ફળિયામાં પાણી ભરતા રશ્મિબેનને તેના પાડોશી દંપતીએ ગાળો આપી ઘરમાં જતા રહેવાની ધમકી આપી હતી. બાદમાં દંપતી સહિત ૬ શખ્સોએ કાવતરું રચીને રશ્મિબેન ભોજાણી, તેના ભાઈ કલ્પેશ, વિપુલ પર હુમલો કરી ખૂનની ધમકી આપી ઢીકાપાટાનો મારમાર્યો હતો.

Read About Weather here

ઈજાગ્રસ્ત વિપુલભાઈ પોલીસને ફોન કરવા જતા નાગજીભાઈએ ફોન ઝૂંટવી લીધા બાદ ઘરની બહારથી પથ્થરમારો કર્યો હતો. જીવ બચાવવા ત્રણેય ભાઈ-બહેન ઘરમાં પુરાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ યુનીવર્સીટી પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડી જઈ ઈજાગ્રસ્તોની મદદ કરી પાડોશી વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો.

Read National News here

Subscribe Saurashtra Kranti here

Read E-Paper here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleમોટી પાનેલી ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા
Next articleકારખાનેદાર મિત્રએ બુટલેગરની ઠંડા કલેજે હત્યા કરી