રેસ્ક્યૂ-ઓપરેશન…!

રેસ્ક્યૂ-ઓપરેશન...!
રેસ્ક્યૂ-ઓપરેશન...!
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા વિકાસગૃહમાં આજે વહેલી સવારે મંદબુદ્ધિની એક ગર્ભવતી મહિલાને ટોઇલેટમાં જ ડિલિવરી થઈ જતાં બાળક કમોડમાં ફસાઈ ગયું હતું. આજે રાષ્ટ્રીય ફાયર સર્વિસના દિવસે જ ફાયરબ્રિગેડના જવાનોએ નવજાત બાળકનો જીવ બચાવ્યો છે.  તાજું જન્મેલું બાળક ટોઇલેટના કમોડમાં ફસાઈ જતાં ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

નવરંગપુરાની ઇમર્જન્સી રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને બાળકની પરિસ્થિતિ જોતાં મણિનગર ઈમર્જન્સી રેસ્ક્યૂ ટીમને પણ બોલાવવામાં આવી હતી.બાળકનું મોઢું કમોડમાં ફસાઈ ગયું હતું અને બાળકને બચાવવા તાત્કાલિક તેને રેસ્ક્યૂ કરવાની કામગીરી ફાયરબ્રિગેડની ટીમ દ્વારા શરૂ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડના કર્મચારીઓએ બાળકને કોઇ ઇજા ન થાય એનું ખાસ ધ્યાન રાખી સૌથી પહેલા ટોઇલેટમાં આસપાસની ટાઇલ્સ તોડવાની શરૂ કરી હતી.

Read About Weather here

આસપાસની ટાઈલ્સને તોડીને બાળકને બહાર કાઢી લીધું હતું.બાળક હવામાં હતું અને તેનું મોઢું હજી પણ અંદર ફસાયેલું હોવાથી તેને બહાર કાઢવા માટે પાઇપની સાથેનું તેનું જોડાણ દૂર કરવામાં આવ્યું હતું. ફાયરબ્રિગેડની ટીમે માત્ર 25 મિનિટની અંદર બાળકનું રેસ્ક્યૂ કરીને 108 એમ્બ્યુલન્સમાં વધુ સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. સદનસીબે બાળકને કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.બાદમાં ધીમે ધીમે કમોડનો ભાગ તોડીને બાળકને સહીસલામત બહાર કાઢી લેવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here