રેસકોર્સ ખાતે ધરામિત્ર આહાર-આરોગ્ય મેળાનું આયોજન

રેસકોર્સ ખાતે ધરામિત્ર આહાર-આરોગ્ય મેળાનું આયોજન
રેસકોર્સ ખાતે ધરામિત્ર આહાર-આરોગ્ય મેળાનું આયોજન

જીવન માંગલ્ય ટ્રસ્ટ, ધરામિત્રના ઉપક્રમે
આવતીકાલથી તા.7 જાન્યુ. સુધી દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
ખેડૂતો વિવિધ સામગ્રી વ્યાજબી વળતરથી રાજકોટની જનતાને પીરસશે: અલ્પાબા, રાધીકાબેન
જીવન માંગલ્ય ટ્રસ્ટ, ધરામિત્રના ઉપક્રમે ધરામિત્ર આહાર-આરોગ્ય મેળાનું આયોજન કરાયું છે. ‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ કાર્યાલય ખાતે અલ્પાબા જાડેજા અને રાધીકાબેન વિઠ્ઠલાઈએ માહિતી આપી હતી.

જીવન માંગલ્ય ટ્રસ્ટ અને ધરામિત્રના ઉપક્રમે ધરામિત્ર આહાર-આરોગ્ય મેળો બાલભવન રેસકોર્સ ખાતે આવતીકાલથી તા.9 જાન્યુ. સુધી ભાતીગળ આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂત હાટ અને વિસરાતી આરોગ્યપ્રદ પરંપરાગત વાનગીઓ તથા આહાર-ઔષધીની વિવિધ પ્રોડકટ-સજીવ ખેતીથી નિર્મિત ખાદ્ય સામગ્રીઓની વિશાળ શ્રેણીએ આહાર-આરોગ્ય મેળાની વિશેષતા છે.

Visit Saurashtra Kranti Homepage here

સૌરાષ્ટ્ર તેમજ ઉત્તરાખંડ, કાશ્મીર, મહારાષ્ટ્ર, કચ્છ સહિતના રાજયોમાંથી ખેડૂતો પોતાની વિવિધ સામગ્રી લઈને આવશે અને વ્યાજબી વળતરથી રાજકોટની જનતાને પિરસશે. સમય સવારે 9 થી રાત્રે 10:30 સુધી રહેશે. 100 થી વધુ સ્ટોલ ઉપલબ્ધ આવતીકાલે સાંજે 5 કલાકે મેળાનું ઉદ્દઘાટન મહારાણી સાહિલા (રાજકોટ) કાદંબરી દેવી અને શહેર ભાજપ મહિલા મોરચાનાં પ્રભારી અંજલીબેન રૂપાણીનાં વરદ્દ હસ્તે કરાશે.

મુખ્ય અતિથી તરીકે ડો. વિજય દેસાણી (ઉપકુલપતિ-સૌ.યુનિ), વી.પી. વૈષ્ણવ (રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ), મનોહરસિંહ જાડેજા (ડીસીપી-રાજકોટ) અને ડો.લલિત વાઝા (આરોગ્ય અધિકારી) રાજકોટ ઉપસ્થિત રહેશે.

આવતીકાલે સવારે 10 થી 1 સુધી નિ:શુલ્ક સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાશે. તા. 9 મી એ સાંજે 4 થી 7 નિ:શુલ્ક ફિઝીયોથેરાપી નિદાન સારવાર મેડિકલ કેમ્પ યોજાશે. દરરોજ સાંજે 6 થી 7 દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ થશે.

Read About Weather here

જેમાં લોકનૃત્ય, સંગીત, ગાયન, વકતૃત્વ, નાયક, વાર્તા, હાસ્ય, ડાયરો, શાસ્ત્રીય નૃત્ય વગેરે રજુ થશે. જેમાં ભાગ લેવા માંગતા લોકો મો.નં. 9913124240 પર સંપર્ક કરવા જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here