હૈદરાબાદના બંજારા હિલ્સની એક પંચતારક હોટેલમાં રવિવારે રેવ પાર્ટી ઉપર પોલીસ ટાસ્કફોર્સની ટીમે રેડ પાડી છે, જેને પગલે VIP, અભિનેતા, તથા રાજનેતાઓનાં બાળકો તેમ જ બિગબોસ વિજેતા સહિત 142 લોકોની ધરપકડ કરી છે. સિનેમા ઉદ્યોગમાં રેવ પાર્ટી અને ડ્રગ્સનું દૂષણ હવે સામાન્ય વાત બની ગઈ છે. બોલિવૂડમાં આર્યન ડ્રગ કેસનો વિવાદ હજુ પૂરો થયો નથી ત્યાં આજે સાઉથ સિનેમાથી પણ એક આઘાતજનક માહિતી સામે આવી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, આ રેવ પાર્ટીમાંથી કોકીન તથા ચરસ જેવા માદક પદાર્થો મોટા પ્રમાણમાં મળી આવ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં મેગાસ્ટાર ચિરંજીવીની ભત્રીજી અને અભિનેતા નાગા બાબુની દીકરી નિહારિકા કોનિડેલાનો પણ સમાવેશ થાય છે. નાગા બાબૂએ બાદમાં એક વીડિયો જાહેર કરી કહ્યું કે તેની દીકરીને આ ડ્રગ્સ સાથે કોઈ જ લેવાદેવા નથી.આ ઉપરાંત બિગ બોસ તેલુગુ રિયલિટી શોની ત્રીજી સિઝનના વિજેતા અને ગાયક રાહુલ સિપ્લીગંજની પણ ધરપકડ કરવામાં આવી છે. આ પાર્ટીમાં જે અન્ય નબીરાઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં આંધ્ર પ્રદેશ પોલિસ વિભાગના ઉચ્ચ અધિકારીની દીકરી તેમ જ રાજ્યના તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના સાંસદના દીકરાનો પણ સમાવેશ થાય છે.
અહેવાલો પ્રમાણે તેમની પાસેથી કોકીન અને વીડ જેવા ડ્રગ્સ મળી આવ્યા છે. કન્નડ ફિલ્મના અભિનેતા સંજના ગલરાની, ગારિણી દ્વિવેદી, પાર્ટી આયોજક વીરેન ખન્ના તથા ભૂતપુર્વ દિવંગત નેતા જીવરાજ અલ્વાનો દીકરો આદિત્ય અલ્વા સેન્ડલવુડ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા લોકોમાં સમાવેશ ધરાવે છે.નાગા બાબુએ એક વીડિયો નિવેદનમાં જણાવ્યું હતું કે તેની દીકરી નિહારિકા આ પાર્ટીમાં હાજર હતી. પણ તેણે કંઈ જ ખોટું કર્યું ન હતું. તેમણે કહ્યું કે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે તેની કોઈ ભૂલ ન હતી.
Read About Weather here
સુપરસ્ટાર ચિરંજીવીના ભાઈ નાગા બાબૂએ કહ્યું કે અમારો અંતરાત્મા સ્વચ્છ છે. નાગા બાબૂએ સોશિયલ મીડિયામાં નિહારીકા વિશે અયોગ્ય માહિતી નહીં ફેલાવવાની અપીલ કરી હતી. હોટેલમાં આ દરોડા એવા સમયે પાડવામાં આવ્યા છે કે જ્યારે પોલીસે ડ્રગ્સ સામે પોતાની કાર્યવાહી ખૂબ ઝડપી બનાવી છે.બીજી બાજુ હૈદરાબાદના પોલીસવડા સીવી આનંદે બંજારા હિલ્સના SHO શિવ ચંદ્રને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે અને આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ACP)બંજારા હિલ્સ, એમ સુદર્શનને બેદરકારી દાખવવા બદલ ચાર્જ કર્યાં છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here