રેલનગર અન્ડરબ્રિજ 17 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયો હતો પણ લોકાર્પણ બાદ પ્રથમ વરસાદમાં જ પોલ છતી થઈ હતી કારણ કે બ્રિજમાં દીવાલો તેમજ તળિયામાંથી પાણી નીકળવાનું ચાલુ થયું તેમજ વરસાદમાં રોડ પરનું પાણી પણ બ્રિજમાં ભરાય છે. નિકાલની વ્યવસ્થા ન હોવાથી પાણી સતત ભરાયેલું રહે છે. આ સમસ્યાના નિવારણ માટે મનપાએ બ્રિજમાં ઢાળ સરખો કરીને બધુ પાણી પમ્પિંગ મશીનરી સુધી લઈ જવાશે અને ત્યાંથી ઉલેચી લેવાશે. આ ઉપરાંત વીપિંગ હોલમાંથી આવતા પાણીને પણ જગ્યા અપાશે. આ માટે 50 લાખથી વધુનો ખર્ચ કરાશે પણ ત્યાં રહેતા 70,000થી વધુ લોકોને રાહત થશે. જો કે આ કામગીરી ચોમાસા બાદ શરૂ થાય તો અઢી મહિના જેટલો સમય બ્રિજ બંધ રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
બ્રિજમાં હાલ સીસીરોડ છે તેને ખોદવાનું કામ કરાશે અને બાદમાં ઢાળ અપાશે જેથી પાણી અલગ અલગ જગ્યાએ ભરાયેલું રહેવાને બદલે પંપ સુધી પહોંચી જશે. ચોમાસા સિવાય પાણી ભરાઈ રહેવાનું કારણ એ છે કે વીપ હોલ અને તળિયામાંથી ભૂગર્ભના જળ બહાર નીકળે છે. તળિયામાંથી બહાર આવતા પાણીને અટકાવવા સીસીરોડમાં વોટરપ્રૂફિંગ કરાશે તેથી તેમાંથી પાણી અટકશે. જ્યારે દીવાલોમાંથી નીકળતું પાણી અટકાવાશે નહિ પણ તેના વહેણ માટે વ્યવસ્થા કરી અપાશે.
Read About Weather here
બ્રિજની દીવાલોમાં કાણા છે જેને વીપ હોલ કહે છે. આ હોલમાંથી સતત પાણી ચાલુ રહે છે. આ હોલ બંધ કરવાની માંગ કરાઈ હતી પણ તેનાથી જોખમ અનેકગણું વધી જાય છે. આ હોલનું કામ પાણી સહિતના દબાણને એકઠા થતા અટકાવવાનો છે જો દીવાલની આસપાસ પાણીનું દબાણ રચાય તો દીવાલ ધસી પડે જેવું આજી ડેમ ચોકડીની ઘટનામાં બન્યું હતુ. આ કારણે વીપ હોલ બંધ કરાશે નહીં.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here