રાજકોટનાં રેલનગરમાં મહાપાલિકાનાં પ્લોટમાં સંસ્કારધામ સ્કૂલનો ગેઈટ નાખીને કરવામાં આવેલી પેશકદમીની એકાદ વર્ષ પહેલા ફરિયાદ કરવા છતાં આજે પણ કોઈ પગલા ભરવામાં નહીં આવ્યા હોવા સહિતના ગંભીર આક્ષેપો આજે આમ આદમી પાર્ટીના નેતા રાજભા ઝાલા અને લીગલ વીંગનાં સંજય પંડિત દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટ ખાતે આજે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા રાજભા ઝાલા અને લીગલ વીંગના સ્ટેટ વાઇસ પ્રેસિડેન્ટ સંજય પંડિતે પ્રેસ કોન્ફરન્સ યોજવા સાથે કથિત ગેરકાયદેસર રીતે કોર્પોરેશનની જમીન ઉપર થયેલ દબાણ વાળી જગ્યા બતાવી હતી. આ સાથે આમ આદમી પાર્ટીના નેતા રાજભા ઝાલાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે રાજકોટ શહેર ના સરવે નં 496 પાકી ટી.પી. સ્કીમ નં.9ના સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર (એસ. એઇ.1) માટે રિઝર્વ રખાયેલ રાજકોટ મહાનગર પાલિકાના પ્લોટની જમીન પચાવી પાડવા સંબંધે તા.7-8-2021 ના રોજ કલેકટરને લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ આપેલ હતી.
જે ફરિયાદમાં કરવામાં આવેલ આક્ષેપ મુજબ રેલનગર ખાતે આવેલ સોશ્યલ ઇન્ફ્રાસ્ટ્રકચરના ખુલ્લા પ્લોટ ઉપર રેલ નગર સોસાયટીના આગેવાન તથા સંસ્કારધામ સ્કુલના સંચાલકો એ ગેરકાયદેસર દબાણ કરેલ હતું અને આ ખુલ્લા પ્લોટમાં ગેટ ઊભો કરી સ્કૂલની આવક જાવક ત્યાંથી ચાલુ કરવી દીધેલ અને સમગ્ર પ્લોટ ઉપર ગેરકાયદેસર દબાણ કરી લીધું હતું. જે ફરિયાદ બાબતે તપાસ દરમ્યાન પણ આ પ્લોટ ઉપર દબાણ થયેલ હોવાનું ખુલવા પામેલ હોવા છતાં કલેકટરે આ ફરિયાદ ડ્રોપ કરેલ, જ્યારે આજની તારીખે પણ આ ખુલ્લા પ્લોટ ઉપર દબાણ યથાવત છે જે અંગે આજે રાજભા ઝાલા એ મીડિયા કર્મીઓને સ્થળ ઉપર લઇ જઈ વાકેફ કરેલ હતા.
આપ નેતા રાજભા ઝાલા એ પોતાના આક્ષેપો જણાવેલ હતું કે લેન્ડ ગ્રેબીંગના કાયદાનો એક હથિયાર તરીકે ભરપૂર દુરઉપયોગ કરવામાં આવી રહ્યો છે. લેન્ગ ગ્રેબિગનો ગુનો બનતો હોવા છતા ગુનો નોંધાયેલ નહોય, આ અંગે પણ આવનાર ભવિષ્યમાં કાનુની જંગ છેડવામાં આવશે તેવી જાહેરાત પણ રાજભા એ કરી હતી. આ સિવાય એવો આક્ષેપ પણ કર્યો હતો કે આ પ્રકારની ફરિયાદ બાબતે જો ફરીયાદી દ્વારા આર. ટી. આઈના કાયદા હેઠળ માહિતી માંગવામાં આવે તો આવી માહિતી પણ આર ટી આઈ.ની ખોટી જોગવાઇ ટાંકીને પુરી પાડવામાં આવતી નથી જે અંગે પણ આવનાર ભવિષ્યમાં કાનૂની જંગ છેડવામાં આવશે જેથી કરીને સામાન્ય માણસને તેની ફરિયાદ અનુસંધાને માહિતી મળી રહે. આ પ્રેસ કોન્ફરન્સ વખતે આમ આદમી પાર્ટી ના રાજભા ઝાલા સાથે આમ આદમી પાર્ટી લીગલ વીંગના સ્ટેટ વાઇસ પ્રેસિડેન્ટ સંજય પંડિત પણ ઉપસ્થિત રહ્યા હતા
Read About Weather here
અને આ લેન્ડ ગ્રેવિંગ કાયદાના દૂરઉપયોગ બાબતે રાજકીય ઇશારે નાચતા અધિકારીઓની પોલ છતી કરી હતી તેમજ આવનાર ભવિષ્યમાં પણ આ પ્રકારના બનાવી કે જેમાં સામાન્ય નાગરિક રાજકારણીઓ અને અધિકારીઓની મિલીભગતને કારણે પરેશાન થતા હોય તેવા લોકોના પ્રશ્ર્નો અવાજ ઉઠાવવામાં આવશે અને કાનુની જંગ પણ ખેલાશે તેવી જાહેરાત રાજભા ઝાલા અને સંજયભાઈ પંડિતએ કરી હતી અને જો કોઇ નાગરિક આવી રીતે રાજકારણીઓ અને અધિકારીઓની મિલીભગતનો ભોગ બનેલ હોય તો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના તેમનો સંપર્ક કરવા આહવાન કરેલ છે અને આવા ભોગ બનનારાઓનો આદમી પાર્ટી અવાજ બનશે તેવું જાહેર કરેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here