રેમડેસિવિરની માહિતી આપવા ચલક ચલાણું, બીજે ઘેર….

રેમડેસિવિરની માહિતી
રેમડેસિવિરની માહિતી

રાજકોટ જીલ્લા કલેકટર તંત્ર પાસે પુરતો જથ્થો છે તો ગુંચવાડો કેમ ?

રેમડેસિવિર માટે હજુ પણ લાઈનો: વિતરણ વ્યવસ્થાના આંકડા કલેકટર તંત્ર ક્યારે રજુ કરશે?: વેધક પ્રશ્ર્ન

કલેકટર તંત્ર દ્વારા જાણવામાં આવ્યું છે કે રેમડેસિવિર ઇન્જેક્શનની હવે કોઈ અછત નથી,

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં અને મૃત્યુદરમાં નોંધ પત્ર ઘટાડો થતા તંત્ર અને લોકોને થોડી રાહત મળી છે. લોકોમાં સોશિયલ ડીસ્ટન્સ અને માસ્કની જાગૃતિ પણ કારણભૂત હોવાનું જાણકારો કહી રહ્યા છે. કલેકટર તંત્ર દ્વારા 10-15 દિવસ પહેલા ચૌધરી હાઇસ્કુલ ગ્રાઉન્ડમાં 200 બેડની ડોમ હોસ્પિટલ ઉભી કરવાનું જાહેર કર્યું હતું. પરંતુ ઓક્સિજન સપ્લાય સહિતની દુવિધાને કારણે સૌરાષ્ટ્ર યુનિ કેમ્પસમાં આ હોસ્પિટલ શરુ કરવામાં આવશે અને બેડની સંખ્યા તબક્કાવાર વધારવામાં આવશે. એવું અધિકારીક સુત્રોએ જણાવ્યું હતું. જયારે રેમડેસીવીર સંબંધ અછતની રાડ હજુ પણ પહેલા જેવી જ વ્યવસ્થાના કોઈ પારદર્શી આંકડા આપવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. તેવું લોકો જણાવી રહ્યા છે.

Subscribe Saurashtra Kranti here

પખવાડિયા પહેલા કોરોનાએ ધડાકા સાથે માથું ઉચકતા સમગ્ર તંત્ર ઉંધા માથે થઇ ગયું હતું અને રોગચાળાને અંકુશ લેવા ઢગલાબંધ જાહેરાતો થઇ હતી. તે પૈકી ચૌધરી હાઈસ્કુલના મેદાનમાં 200 બેડની ડોમ હોસ્પિટલ ત્વરિત ઉભી કરવા જાહેરાત કરાઈ હતી. તેને બદલે હવે આ હોસ્પિટલ સૌરાષ્ટ્ર યુનિ કેમ્પસમાં શરુ કરશે અને તબક્કાવાર બેડની સંખ્યા વધારશે એવું કલેકટર તંત્રએ જણાવ્યું હતું. ચૌધરી હાઈસ્કુલમાં ઓક્સિજન સપ્લાય સહિતના કેટલાક કારણો ડોમ હોસ્પિટલ ઉભી કરવામાં અવરોધ રૂપ હતા. હવે ચૌધરી હાઇસ્કુલના ડોમમાં કોવિડ દર્દીના સગા-સંબંધીઓને આરામ કરવા માટે અહીં સુવિધાઓ ઉભી કરાશે અને આ ડોમ લોકોની સુખાકારી માટે ઉપયોગ લેવાશે.

કલેકટર તંત્ર દ્વારા જાણવામાં આવ્યું છે કે રેમડેસીવીર ઇન્જેક્શનની હવે કોઈ અછત નથી. પરંતુ જેની હકીકત જુદી છે. કોવિડ દર્દીના સગાઓ હજુ પણ ઇન્જેક્શન માટે લાઈનોમાં ઉભા છે. જો ઇન્જેક્શનનો જથ્થો પુરતો હોય તો લાંબી લાઈનો કેમ લાગી છે. તેનો જવાબ આપવામાં કલેકટર તંત્ર નિષ્ફળ રહ્યું છે?

Read About Weather here

રેમડેસિવિરનો જથ્થો કલેકટર તંત્ર પાસે આવ્યા બાદ તેના વિતરણ સંબંધિત આંકડા બાબત તંત્ર મૌન સેવે છે? વાસ્તવમાં તંત્રએ કેટલાક ઇન્જેક્શન પ્રાઇવેટ હોસ્પિટલ/ડોકટરોને આપ્યા? કેટલા ઇન્જેક્શન સરકારી હોસ્પિટલને આપ્યા? આ સંબંધી પારદર્શી આંકડાઓ જાહેર કરવામાં આવે તો લોકોમાં ઇન્જેક્શનની અછત હોવાનો ભ્રમ દુર થશે. તેવું જાણકારોમાં ચર્ચાઈ છે. રાજકોટ-સૌરાષ્ટ્રમાં દૈનિક ઘટાડો અને મૃત્યુદરમાં નોંધ પાત્ર ઘટાડો થયો હોવાથી લોકોમાં અને મેડીકલ-પેરા મેડીકલ સ્ટાફ નવી આશાનો સંચાર થયો છે. આવનારા દિવસોમાં તંત્ર દ્વારા વધુ પારદર્શી નિર્ણયો લઇ લોકોને વધુ સુખાકારી આપે એવી આશા સેવાઈ રહી છે. રાજકોટ જીલ્લા કલેકટર તંત્ર પાસે પુરતો જથ્થો હોય તો રેમડેસિવિર ઇન્જેક્શનની માહિતી જાહેર કરવામાં વાંધો શું ? તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here