રેતી ભરેલા કાળમુખા ડમ્પરે 7 વર્ષની બાળાનો ભોગ લીધો

રેતી ભરેલા કાળમુખા ડમ્પરે 7 વર્ષની બાળાનો ભોગ લીધો
રેતી ભરેલા કાળમુખા ડમ્પરે 7 વર્ષની બાળાનો ભોગ લીધો

હળવદ તાલુકામાં સફેદ રેતીનો કાળો કારોબાર બેફામ

હળવદ પોલીસ માતેલા સાંઢ જેવા ડમ્પર ચાલકો વિરુદ્ધ કડક પગલા ભરે તેવી ગ્રામજનોની માંગણી


હળવદ પંથકમાં વાહન અકસ્માતના બનાવો દિવસેને દિવસે અકસ્માતના બનાવો વધી રહ્યા છે જ્યારે આજે પણ હળવદ તાલુકાના ધન્શયામગઢ નજીક એક રેતી ભરેલા કાળમુખા ડમ્પરએ 7 વર્ષ ની માસૂમ બાળાનો ભોગ લીધો હતો. ઘનશ્યામગઢ નજીક રેતી ભરેલા ડમ્પર એ બાઇક સવાર દંપતીને હડફેટે લીધું હતું.

જેમાં બાઇક સવાર રમેશભાઈ ઠાકોર , તેમનાં પત્ની શારદાબેન રમેશભાઈ તેમનો પુત્ર વિશ્વાસ, પુત્રી જલ્પાબેન સાહિતનાઓને ઇજા પહોંચી હતી.જયારે 7 વર્ષની પુત્રી કિંજલ બેન રમેશભાઈ ઠાકોરનું માતા-પિતાની નજર સામે જ કમકમાટીભર્યુ કરૂણ મોત નિપજયું હતું.

Read Local News / Articles : Saurashtra , Gujarat

હળવદ તાલુકામાં ખનીજ ચોરો માટે સ્વર્ગ સમાન છે. સફેદ રેતીનો નો કાળો કારોબાર બેફામ ફૂલ્યોફાલ્યો છે. ઘનશ્યામગઢ ગામ નજીક અજીતગઢ ગામે થી પોતાના બેનના ઘરેથી પરત આવતા દંપતિ સહિતના બાળકોને રેતી ભરેલા ડમ્પરે હડફેટે લેતા માતા – પિતાની નજર સામે જ માસૂમ બાળકીનું ધટના સ્થળે કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના બ્રાહ્મણી નદીમાં ચાલતી બેફામ રેતી ખનીજ ચોરી કરતા ડમ્પર ટ્રક બેકાબુ બનીને દોડી રહ્યા છે ત્યારે આવા જ એક ડમ્પરે હળવદના ઘનશ્યામગઢ નજીક પોતાના બેનના ઘરેથી પરત ફરી રહેલા દંપતિના બાઇકને હડફેટે લેતા બાઇકમાં સવાર ધ્રાંગધ્રા તાલુકાના રાવળિયાવદર ગામના રમેશભાઈ ઠાકોર,શારદાબેન રમેશભાઈ, વિશ્વાસ અને જલ્પાબેનને ઇજાઓ પહોંચી હતી.

જ્યારે આ ગંભીર અકસ્માતમાં કીંજલબેન રમેશભાઈ ઠાકોર (ઉ.7) પુત્રી નું માતા-પિતાની નજર સામે કમકમાટીભર્યુ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આવા સંજોગોમાં હળવદ પોલીસ આવા માતેલા સાંઢ જેવા ડમપર ચાલકો વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરે તેવી માંગણી ગ્રામજનો ઉઠવા પામી છે.

Read About Weather here

મૂતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.બનાવને પગલે હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી જઈ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here