તહેવારો પર રાત્રે 9 સુધી ખુલ્લા રાખવાની છુટથી ઘંઘાને સખ્ત નુકશાન:જન્માષ્ટમી સુધી રાતના 11 સુધી દુકાનો ખુલ્લી રાખવા દેવા જોરદાર રજૂઆત: રાજકોટ રીટેઇલ રેડીમેન્ટ, ગારમેન્ટસ એસો.નો મુખ્યમંત્રી રૂપાણીને પત્ર: હોટેલ, રેસ્ટોરન્ટને રાતના 11 સુધીની છૂટ તો દુકાનદારોને કેમ નહીં?
રાજકોટ રીટેઇલ, રેડીમેડ, ગારમેન્ટસ એસો.એ તહેવારોને ધ્યાનમાં રાખી રેડીમેડ, ગારમેન્ટ અને કાપડની દુકાનો રાતના મોડે સુધી ખુલ્લી રાખવાની છૂટ આપવા જોરદાર માંગણી કરી છે અને રાતના 9 સુધી જ ખુલ્લી રાખવાની સમય મર્યાદા દૂર કરવા રાજય સરકારને અનુરોધ કર્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
કોરોના પ્રેરીત લોકડાઉન અને નિયંત્રણોને કારણે ધંધા-રોજગારને મોટુ આર્થીક નુકસાન થયું છે. એવામાં તહેવારો પર જ સમય મર્યાદા નક્કી કરવા સામે વેપારીઓએ નારાજગીની લાગણી વ્યકત કરી છે અને મુદ્ત હટાવી જન્માષ્ટમી સુધી રાતના 11 વાગ્યા સુધી ધંધો કરવાની છૂટ આપવા રાજય સરકારને અપીલ કરી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીને પાઠવેલા આવેદન પત્રમાં ગારેમન્ટસ એસોસિએશને રજૂઆત કરી છે કે, લગભગ છેલ્લા 5 માસથી ધંધો પુરો સમય કરી શકાયો નથી. પહેલા ફુલ લોકડાઉન થયું ત્યાર બાદ બપોરના 3, એ પછી સાંજના 6 અને 7 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા મંજુરી અપાઇ હતી. છેલ્લે રાતનાં 9 સુધી ખુલ્લી રાખવાનું જાહેરનામુ અમલમાં છે. પણ વેપારીઓને મોટુ આર્થીક નુકશાન થયું છે.
અત્યારે સરકારની અને વહીવટી તંત્રની સુંદર કામગીરી અને વેપારીઓ અને પ્રજાના સહયોગથી કોરોના મહામારી કાબુમાં આવી ગઇ છે. એ જોતા આવનારા તહેવારોને ધ્યાનમાં લઇ રાતના 9 સુધી સમય માર્યાદા હટાવી દેવાય અને દુકાનો સમય મર્યાદા વગર ખુલ્લી રાખી શકાય એ માટે સરકાર મંજુરી આપે એવી આવેદનમાં વિનંતી કરવામાં આવી છે. વેપારીઓ શાંતીથી ધંધો કરી શકે, કોઇ દબાણ વિના દુકાન બંધ વહેલી કરવાનો ગભરાટ ન અનુભવે અને લોકો પણ ભીડ વગર ખરીદી કરે એ માટે રાજય સરકાર મંજુરી આપે એ જરૂરી છે.
વેપારીઓએ દર્શાવ્યું છે કે, હોલસેલ અને રેડીમેડ કાપડના વેપારીઓ માટે નુકસાની થોડી ધણી ભરપાઇ કરવાનો સમય છે. વળી હોટેલો અને રેસટોરા રાતના મોડે સુધી ખુલ્લી રાખી શકાય છે તો માત્ર કાપડની દુકાન બાબતની શુંકામ હોવી જોઇએ?
Read About Weather here
દુકાનો વહેલી બંધ થઇ જતી હોવાથી નજીકના શહેર અને ગામડામાંથી લોકો ખરીદી કરવા આવી શકતા નથી અને વેપારીઓને જબરૂ આર્થીક નુકસાન થઇ રહયું છે. જો સરકાર મોડે સુધી ખુલ્લી રાખવાની છૂટ આપશે તો વેપારીઓ કોરોના ગાઇડલાઇનનું પુરેપુરૂ પાલન કરશે. સરકાર વેપારીઓના હિતમાં નવું જાહેરનામું બહાર પાડે એવી એસોસિએશને વિનંતી કરી છે.(2.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here