રૂ.26.08 કરોડની વીજ ચોરી ઝડપાઇ

રૂ.26.08 કરોડની વીજ ચોરી ઝડપાઇ
રૂ.26.08 કરોડની વીજ ચોરી ઝડપાઇ
પીજીવીસીએલ દ્વારા વીજ જોડાણ ચકાસણી ઝુંબેશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વીજચોરી સામે સૌરાષ્ટ્રભરમાં દરોડા પાડી વીજ કરવામાં આવી રહ્યું છે.પીજીવીસીએલની ટીમના દરોડા દરમ્યાન સંખ્યાબંધ વીજ જોડાણમાંથી ડાયરેકટ કનેકશન મળી આવ્યા છે. એટલું જ નહીં અન્ય અનેક પ્રકારની ગેરરીતિ ઝડપી લાખો રૂપિયાની વીજચોરી પકડાયાનો નિર્દેશ સાંપડયા છે.

Visit Saurashtra Kranti Homepage here

વધુમાં પીજીવીસીએલની યાદીમાં જણાવ્યું છે કે, પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસની સૂચના અને કચેરીના અધ્યક્ષ ઇજનેરીઓ અને વિભાગીય કચેરીના કાર્યપાલ માર્ગદર્શન હેઠળ મે મહિનામાં આશરે રૂ.26.08 કરોડની વીજચોરી ઝડપાય હતી.સૌરાષ્ટ્ર-કચ્છમાં મે મહિનામાં વીજ ચેકિંગ દરમ્યાન કુલ 85265 વીજ જોડાણોની ચકાસણી દરમ્યાન કુલ 10858 ગેરરીતિથી કનેકશન જોડાણ કર્યા હોવાનું સામે આવ્યું.

Read About Weather here

તદ્ઉપરાંત એપ્રિલ મહિનામાં રૂ.27.84 કરોડ અને મે મહિનામાં રૂ.26.08 કરોડ; માત્ર આ બંને મહિનામાં જ કુલ આશરે રૂ.53.62 વીજ ચોરી પકડવામાં આવી હતી.પીજીવીસીએલ દ્વારા કરાયેલા વીજ ચકાસણીના અહેવાલમાં સૌથી વધુ 1112 વીજ ચોરીના કેસ રાજકોટ શહેરમાં ઝડપાયા હતા અને કુલ રૂ.376.42 લાખની દંડની રકમ વસુલાઇ તેમજ સૌથી ઓછા 720 વીજ ચોરીના કેસ સુરેન્દ્રનગરમાં ઝડપાયા અને કુલ રૂ.220.86 લાખની દંડની રકમ વસુલાઇ હતી. વિવિધ ટીમો દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં મહિના દરમ્યાન થયેલ વીજ ચેકીંગનો અહેવાલ પીજીવીસીએલ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તેમ યાદીમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here