મુખ્યમંત્રીનો આભાર માનતા ધારાસભ્ય લાખા સાગઠીયા
લાખાભાઈ સાગઠિયા દ્રારા રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારના રાજકોટ મહાનગર તથા લોધિકા – કોટડાસાંગાણી તથા રાજકોટ તાલુકાના અનેક વિકાસ કાર્યો જેવા કે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત પાડાસણથી કાથરોટા ગામનો નોન પ્લાન ડામર રોડ નું રૂપિયા 90 લાખના ખર્ચે ધારાસભ્યની મહેનતથી મંજુર કરાવીને તેનું ખાર્તમુહૂર્ત કરવામાં આવ્યું. લોધિકા ચોકડીથી ગોંડલ હાઇવે સુધીના રસ્તા તથા બ્રિજના કામનું લોકાર્પણ થયું.
Visit Saurashtra Kranti Homepage here
લોધિકા તાલુકા જસવંતપુર ગામથી પાળ ગામ સુધીનો ડામર રોડ અંદાજીત 2.5 કિ.મી. નોન પ્લાન રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું, રાજકોટની આત્મીય યુનિવર્સિટી ખાતે વિધાર્થીઓને ટેબલ્ટે વિતરણ કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દેવગામ, ખીરસરા, ત્રબા, સરધાર, હલેન્ડા, ડુગરપુર, ઉમરાળી ગામે અન્ન તથા કેરી બેગનું વિતરણ કરવામાં આવ્યું,
ચાંદલી ગામે પંચાયત કચેરીનું ખાર્તમુહૂર્ત તથા લોધિકા ખાતે ICDS કચેરીનું ખાર્તમુહૂર્ત, પારડી ગામે પ્રાથમિક શાળામાં 6 ઓરડાનું ખાર્તમુહૂર્ત, રાવકી ગામે શાળામાં 3 – ઓરડાનું ખાર્તમુહૂર્ત, અભેપર ગામે ATVT ગ્રાન્ટમાંથી પેવર બ્લોક, મેટોડા, રાવકી પાળ ગામે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું. આવા તમામ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
Read About Weather here
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર – 11 તથા 18ના કોઠારીયા સોલવન્ટમાં ડિ.આઈ. પાઈપલાઇનનું ખાર્તમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે અધિકારી તથા પદાધિકારીઓ હાજર રહ્યા હતા. અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને પાંચ વર્ષ પૂર્ણ થતાં અભિંનદન પાઠવ્યા હતા. અને કરોડોના લોકાર્પણ બદલ મુખ્યમંત્રીનો આભાર ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા આભાર માન્યો.(6.16)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here