રિવોલ્વર સાથે ડાન્સ કરવો મોંઘો પડ્યો

રિવોલ્વર સાથે ડાન્સ કરવો મોંઘો પડ્યો
રિવોલ્વર સાથે ડાન્સ કરવો મોંઘો પડ્યો
બારડાન્સ સાથે ફાયરિંગ કરતી વખતે થયેલા ફાયરિંગને લીધે 12 વર્ષના એક બાળકની આંખમાં ગોળી લાગી હતી અને તેને લીધે બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. મધ્ય પ્રદેશના શિવપુરીમાં બર્થ ડે પાર્ટીમાં બાર ડાન્સર સાથે ડાન્સ કરી રહેલા એક યુવકથી ફાયરિંગની એક ઘટના સામે આવી છે. ત્યારબાદ બાળકને ગ્વાલિયર સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. વાઈરલ થયેલો આ વીડિયો 6 અને 7 એપ્રિલની રાતનો છે.

Visit Saurashtra Kranti Homepage here

કરૈરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.કાર્યક્રમમાં મછાવલી ગામના સંબંધી લોકેન્દ્ર લોધી અને નરેન્દ્ર લોધી પણ આ કાર્યક્રમમાં સામેલ હતા. જન્મદિવસના ઉત્સવમાં બાર ડન્સર્સ સાથે ડાન્સ કરતી વખતે લોકેન્દ્ર લોધીની રિવોલ્વરમાંથી ગોળી છૂટી હતી. આ ઘટનામાં 12 વર્ષના ઉમાશંકર પરિહાર નામના બાળકને આંખમાં ગોળી લાગી હતી. પોલીસે લોકેન્દ્ર અને નરેન્દ્ર લોધી સામે કેસ દાખલ કર્યો છે.

એવી પણ માહિતી મળી હતી કે બર્થડે પાર્ટી સમયે બે મિત્રો હવામાં ફાયરિંગ કરી રહ્યા હતા. તે સમયે એકબીજાએ રિવોલ્વરની ઝપાઝપી પણ થઈ હતી. દરમિયાન એક યુવક ડાન્સરથી થોડા દૂર થઈને રિવોલ્વર ઠીક કરી રહ્યો હતો તે સમયે ટ્રિગર દબાઈ ગયું હતું અને તે સમયે સામે બેઠેલા 12 વર્ષના એક બાળકને ગોળી લાગી ગઈ હતી. પ્રાથમિક સારવાર માટે બાળકને સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જોકે ત્યારબાદ તેને ગ્વાલિયર લઈ જવામાં આવ્યો હતો.

Read About Weather here

ફાયરિંગ થયા બાદ ગોળી બાળકને લાગી છે તેની સ્થાનિક લોકોને થોડી ક્ષણો સુધી માલુમ જ ન હતું, પણ બાળકે ઈજાને લીધે બુમો પાડવા લાગતા આ ઘટનાની જાણ થઈ હતી. આ સાથે બન્ને યુવકોની સ્થાનિક લોકોએ જ ધરપકડ કરી લીધી હતી.આ કાર્યક્રમમાં 12 વર્ષનો ઉમાશંકર તેના પરિવાર સાથે આવ્યો હતો અને સામેથી છૂટેલી ગોળી તેના આંખમાં લાગી ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here