રિલીઝ પહેલાં ‘બ્રહ્માસ્ત્ર’ની સ્ટોરી લીક

રિલીઝ પહેલાં 'બ્રહ્માસ્ત્ર'ની સ્ટોરી લીક
રિલીઝ પહેલાં 'બ્રહ્માસ્ત્ર'ની સ્ટોરી લીક
આ ફિલ્મમાં અસલી વિલન મૌની રોય નહીં, પરંતુ આલિયા ભટ્ટ છે. રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ હાલમાં ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમોશનમાં બિઝી છે. જોકે, આ દરમિયાન ફિલ્મની વાર્તા લીક થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સો.મીડિયા યુઝર્સે દાવો કર્યો છે કે ફિલ્મના ટ્રેલરમાં આ વાત બતાવવામાં આવી નથી, પરંતુ રિયલ વિલન આલિયા ભટ્ટ છે. તે શિવા એટલે કે રણબીર કપૂરને હની ટ્રેપ કરીને ફસાવે છે. તે શિવાની મદદથી શસ્ત્રો સુધી પહોંચવા માગે છે.

Visit Saurashtra Kranti Homepage here

જોકે, કેટલાંક યુઝર્સે એવો પણ દાવો કર્યો છે કે આલિયા પોતે પણ એક શસ્ત્ર છે અને તે વાતનો ઘટસ્ફોટ ફિલ્મના અંતમાં થશે.યુઝર્સે એવો પણ દાવો કર્યો છે કે ફિલ્મમાં દીપિકા પાદુકોણનો કેમિયો છે. ફિલ્મમાં શાહરુખ ખાન પણ છે. સૂત્રોના મતે, ફિલ્મની શરૂઆત શાહરુખ ખાનના સીનથી થશે. તે ફિલ્મમાં 15-20 મિનિટ માટે જોવા મળશે.સો.મીડિયામાં #BoycottBrahmastra ટ્રેન્ડ થયું હતું. ‘બ્રહ્માસ્ત્ર’નો પાર્ટ વન 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે.

Read About Weather here

આ ફિલ્મ ત્રણ ભાગમાં બનશે. આ ફિલ્મને અયાન મુખર્જીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં રણબીર-આલિયા ઉપરાંત અમિતાભ બચ્ચન, મૌની રોય, નાગાર્જુન છે. ફિલ્મમાં રણબીરે ‘શિવા’ તથા આલિયાએ ‘ઈશા’નો રોલ પ્લે કર્યો છે. અમિતાભે ફિલ્મમાં પ્રોફેસર અરવિંદ ચતુર્વેદીની ભૂમિકા ભજવી છે. મૌનીના પાત્રનું નામ ‘દમયંતી’ છે.યુઝર્સે કહ્યું હતું કે ફિલ્મના ટ્રેલરમાં રણબીર કપૂર ચંપલ પહેરીને મંદિરમાં જાય છે. તેણે હિંદુ સંસ્કૃતિનું અપમાન કર્યું છે. આથી જ ફિલ્મને બોયકોટ કરવી જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here