રિલીઝ પહેલાં જ ‘KGF 2’નો ધમાકો…!

KGF 2 સાત દિવસમાં 700 કરોડને પાર…!
KGF 2 સાત દિવસમાં 700 કરોડને પાર…!
‘પુષ્પા’, ‘RRR’ બાદ હવે ‘KGF ચેપ્ટર 2’ જોવા માટે ચાહકો ઉત્સુક છે.બોલિવૂડમાં સાઉથ ફિલ્મનો દબદબો છે. એક પછી એક સાઉથની ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને તે નવા નવા રેકોર્ડ્સ બનાવી રહી છે. સાઉથની ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં લોકપ્રિય થઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

રિલીઝ પહેલાં જ 'KGF 2'નો ધમાકો...! KGF

આ ફિલ્મના હિંદી વર્ઝનના એડવાન્સ બુકિંગે ‘RRR’ના હિંદી વર્ઝનનો રેકોર્ડ તોડી નાખ્યો છે.હાલમાં ‘RRR’એ વિશ્વભરમાં ધૂમ મચાવી છે. આ ફિલ્મે એક હજાર કરોડથી વધુની કમાણી કરી છે. અત્યાર સુધી ભારતની ત્રણ જ ફિલ્મે એક હજાર કરોડથી વધુ કમાણી કરી છે, જેમાં ‘બાહુબલી 2’ તથા ‘દંગલ’ સામેલ છે. 14 એપ્રિલના રોજ ‘KGF 2’ રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે.

Read About Weather here

‘KGF 2’ના હિંદી વર્ઝનનું એડવાન્સ બુકિંગ 11.40 કરોડ થયું છે. જ્યારે ‘RRR’ના હિંદી વર્ઝનનું એડવાન્સ બુકિંગ અંદાજે 7 કરોડ રૂપિયા હતું.ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘મુંબઈ, પુણેમાં ફિલ્મનો શો સવારનો છ વાગ્યો છે.આ ફિલ્મે વર્લ્ડવાઇડ 250 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મમાં યશ, સંજય દત્ત, રવિના ટંડન, પ્રકાશ રાજ મહત્ત્વના રોલમાં છે. મુંબઈના સિલેક્ટેડ થિયેટરમાં એક ટિકિટનો ભાવ 1450 અને 1500 રૂપિયા છે. જ્યારે દિલ્હીમાં 1800 અને 2000 રૂપિયા છે.પ્રશાંત નીલના ડિરેક્શનમાં બનેલી ‘KGF ચેપ્ટર 1’ 2018માં રિલીઝ થઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here