રિટર્ન ઓછું ભરાયું તો પણ નોટિસ મળશે…!

રિટર્ન ઓછું ભરાયું તો પણ નોટિસ મળશે…!
રિટર્ન ઓછું ભરાયું તો પણ નોટિસ મળશે…!

જ્યારે હવેથી વેપારીએ નાન સરખી પણ ભુલ કરી તો નોટીસ તો આપવામાં આવશે. તેવી જ સિસ્ટમ તૈયાર કરી દેવામાં આવી છે. ચાર વર્ષ પહેલા લાગુ કરવામાં આવેલ જીએસટીમાં હવે કડક પગલાં ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમાં પણ કોરોનાના કપરાકાળમાં વેપારીઓ સામે કડક હાથે કાર્યવાહી પણ કરવામાં આવતી ન હોતી.જેથી વેપારી દ્વારા જેટલા ઇ-વેબિલ બનાવ્યા હશે તે પ્રમાણે ૩ બી રીટર્ન ભરવામાં આવ્યુુ નહી હોય તો પણ જીએસટી પોર્ટલ પરથી જ વેપારીને નોટીસ મોકલી આપવામાં આવનાર છે.

જીએસટી પોર્ટલ પર વ્યાપક સુધારા કરવામાં આવ્યા છે તેના ભાગરૂપે વેપારીએ સમગ્ર મહિના દરમિયાન બનાવવામાં આવેલ ઇ વેબિલ પ્રમાણે ૩ બી રીટર્ન ભરપાઇ કર્યા નહીં હોય તો સિસ્ટમ દ્વારા જ વેપારીને તેની નોટીસ આપી દેવામાં આવશે.

કારણ કે વેપારીએ બનાવવામાં આવેલા ઇ વેબિલના આધારે જ ૩ બી રિટર્ન પર ટેકસની ગણતરી કરવામાં આવતી હોય છે. જેથી સિસ્ટમ દ્વારા ટેકસની ચોરી કરી હોવાની ગણતરી કરીને વેપારીન. નોટીસ આપવામાં આવશે.

Read About Weather here

જો કે અત્યાર સુધી આ માટેની કાર્યવાહી થતી જ હતી. પરંતુ તેમાં મોટી ટેકસ ચોરી થઇ હોવાનું બહાર આવે તો જ નોટીસ આપવામાં આવતી હતી. જ્યારે હવેથી ઇ વેબિલ અને ૩ બી રીટર્નના ડેટા મિસમેચ થયા તો વેપારીને નોટીસ મળવાની શકયતા વધી જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here