રિક્ષા ચાલકે ટ્રાફિક કોન્સ્ટેબલને તમાચો ઝીકી દીધો

ભાજપનાં બે જૂથમાંથી કયું જૂથ મેદાન મારી જશે?
ભાજપનાં બે જૂથમાંથી કયું જૂથ મેદાન મારી જશે?

સાઈડ તોડી રિક્ષાચાલક ભાગવા જતા ટ્રાફિક કોન્સ્ટેબલે ઝડપી લેતા માથાકૂટ થઈ ; રીક્ષા ચાલકે સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીમાં ટ્રાએન્ગલ ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું હોઇ તે કારણે મોચીબજાર કોર્ટ પાસેના રસ્તાઓ પર ભારે ટ્રાફિક રહે છે અને એ કારણે પોલીસે સાઇડ આપવાનું ચાલુ કર્યું છે.

આ દરમિયાન ગઇકાલે એક રિક્ષાવાળો સાઇડ બંધ કરવામાં આવી હોવા છતાં રિક્ષા ભગાવીને નીકળી જતાં ટ્રાફિક પોલીસમેને તેને અટાવતાં તેને ગાળો દઇ લાફો મારી પટ્ટા ટોપી ઉતરાવી નાંખવાની ધમકી આપતો ગુનો દાખલ કરી તેને કાયદાનું ભાન કરાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

બનાવ અંગે ટ્રાફિક શાખાના કોન્સ. નિલેષભાઇ મનસુખભાઇ વાવેચાની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે ભગવતીપરા ત્રિમુર્તિ ચોક નદી કાંઠા વિસ્તારમાં રહેતાં મહેબૂબ ઇબ્રાહીમભાઇ ઉઢેજા (સંધી) (ઉ.વ.30) સામે આઇપીસી 186, 332, 504 મુજબ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

કોન્સ. નિલેષભાઇ અને બીજો સ્ટાફ મોચીબજાર કોર્ટવાળા રસ્તે ફરજ પર હોઇ ટ્રાફિક જામ ન થાય તે માટે સાઇડ આપી રહ્યા હતાં. આ વખતે સાઇડ બંધ હોવા છતાં મહેબૂબે પોતાની રિક્ષા ભગાવી મુકી હતી.

Read About Weather here

આથી કોન્સ્ટેબલે તેને અટકાવી સાઇડ શા માટે તોડી? તેમ પુછતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો ભાંડી ફડાકો મારી દીધો હતો. તેમજ પટ્ટા ટોપી ઉતરાવી નાંખવાની ધમકી આપી ધમાલ મચાવી હતી. તેને પકડી લઇ એ-ડિવીઝનમાં સોંપતા હેડકોન્સ. આર. એલ. વાઘેલા અને હરવિજયસિંહે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here