રાહુલ પ્રશાંત કિશોર, કેન્દ્રીય મંત્રીઓ અશ્ર્વીની વૈષ્ણવ અને પ્રહલાદ પટેલ પર જાસૂસી

રાહુલ પ્રશાંત કિશોર, કેન્દ્રીય મંત્રીઓ અશ્ર્વીની વૈષ્ણવ અને પ્રહલાદ પટેલ પર જાસૂસી
રાહુલ પ્રશાંત કિશોર, કેન્દ્રીય મંત્રીઓ અશ્ર્વીની વૈષ્ણવ અને પ્રહલાદ પટેલ પર જાસૂસી

ઇઝરાયેલી સંસ્થાના પેગાસસ જાસૂસી યંત્ર થકી ચાલી રહેલા વ્યાપક કૌભાંડની ખુલતી વિગતો : જાસૂસી કાંડને વખોડી કાઢતા યુરોપીય સંઘના વડા, એમેઝોને ઇઝરાયેલી સંસ્થા સાથે છેડો ફાડયો

ઇઝરાયેલની એનએસઓ સંસ્થાએ વિકસીત કરેલા પેગાસસ નામના જાસૂસી યંત્ર મારફત ભારતમાં જાસૂસીની કેવી મોટી અને વિશાળ કાય ઝાળ પાથરવામાં આવી હતી. તેની ચોકાવનારી સીલસીલા બંધ વિગતો ધીમેધીમે બહાર આવી રહી છે.

Subscribe Saurashtra Kranti here

તમામ ટોચના નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ, કોર્પોરેટ જગતના માંધાતાઓ, ટોચના વરીષ્ઠ પત્રકારો પર પેગાસસ મારફત જાસૂસી કરવામાં આવી રહી હતી. એવું લીક થયેલો ડેટા દર્શાવે છે.

કેન્દ્રીય પ્રધાનો અશ્ર્વીની વૈષ્ણવ, પ્રહલાદ પટેલ, સ્મૃતિ ઇરાનીના અંગત સચિવ, વસુધરા રાજેના અંગત સચિવ, રાહુલ ગાંધી, પ્રશાંત કિશોર જેવા નેતાઓ અને રાજદિપ સરદેસાઇ જેવા પત્રકારો પર જાસૂસીની નજર માંડવામાં આવી હતી અને એમને નિશાન બનાવવામાં આવ્યા હતા.

આવા ટોચના 300 વીઆઇપી નંબર પેગાસસની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. આશ્ર્ચર્ય એ વાતનું છે કે, પેગાસસની જાસૂસી અંગે કેન્દ્રના ઇન્ફોમેશન ટેકનોલોજી મંત્રી અશ્ર્વીની વૈષ્ણવે સંસદમાં રદીયો આપ્યો હતો અને જાસૂસીના લીસ્ટમાંથી એમનું જ નામ નિકળી પડયું હતું.

જો કે વૈષ્ણવ પર જાસૂસી શરૂ થઇ ત્યારે તેઓ મંત્રી કે રાજકારણી ન હોતાદરમ્યાન યુરોપીયા સંધના વડા કૃષુલા વોનડેલીયને જાસૂસી કાંડની હકીકત સાચી હોય તો બિલકુલ ચલાવી ન લેવાય એવી ટકોર કરી હતી.

તેમણે ઉંડી તપાસની માંગણી કરી હતી.પેગાસસ પ્રોજેકટની ઝાળ કેટલી બધી ભયાનક રીતે વિકસી હતી તેનો અંદાજ એવા અહેવાલ પરથી આવે છે કે, ભારતના રાજકીય, વેપારી, પત્રકાર આલમના મહાનુભાવોના 1 હજારથી વધુ મોબાઇલ નંબર પર પેગાસસ મારફત જાસૂસી થઇ રહી હતી.

રાહુલ ગાંધી, પૂર્વ ચૂંટણી કમીશનર અશોક લવાસા, રેલવે અને આઇટી મંત્રી અશ્ર્વીની વૈષ્ણવ, જળ શકિત મંત્રી પ્રહલાદસિંધ પટેલ, પ્રશાંત કિશોર, મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી તમામ પર પેગાસસ પ્રોજેકટ થકી નજર રાખવામાં આવી રહી હતી.

Read About Weather here

પ્રશાંત કિશોરના મોબઇલમાં ધુસવાની કોશીશ થઇ હતી પણ સફળ થઇ ન હોતી. એ જરીતે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પણ જાસૂસી કરવામાં આવી હતી.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here