રાષ્ટ્ર અને રાજયની સુરક્ષા માટે સાચા અર્થમાં કર્તવ્ય બજાવતી પોલીસ: મુખ્યમંત્રી

રાષ્ટ્ર અને રાજયની સુરક્ષા માટે સાચા અર્થમાં કર્તવ્ય બજાવતી પોલીસ: મુખ્યમંત્રી
રાષ્ટ્ર અને રાજયની સુરક્ષા માટે સાચા અર્થમાં કર્તવ્ય બજાવતી પોલીસ: મુખ્યમંત્રી

રાજય પોલીસ એકેડમી કરાઇ ખાતે ‘પોલીસ શહીદ સ્મૃતિ દિવસ’ની ઉજવણી: લોકોના જાન-માલની સુરક્ષાના પાયામાં રહેલી દિવંગત કર્મીઓની ફરજ પરસ્તીને બિરદાવતા મુખ્યમંત્રી

ગુજરાત રાજયની કરાઇ પોલીસ એકેડમી ખાતે ‘પોલીસ શહીદ સ્મૃતિ દિવસ’ નિમિતે ખાસ સંબંધોન કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્પષ્ટ મંતવ્ય વ્યકત કર્યુ હતું કે, રાષ્ટ્ર અને રાજયની રક્ષા માટે સતત ખડે પગે રહેતા પોલીસ

Visit Saurashtra Kranti Homepage here

અને સુરક્ષા દળના જવાનોએ રાષ્ટ્રહિત સર્વ પ્રથમની કર્તવ્ય ભાવના સાચા અર્થમાં ઉજાગર કરી છે.તેમણે જણાવ્યું હતું કે, વિકાસના પાયામાં પોલીસદળની ફરજ પરસ્તથી અને પ્રજાના જાન-માલની સુરક્ષા માટેની પ્રતિબધ્ધતા પડેલી છે.

અનેક કર્તવ્ય નિષ્ઠ પોલીસ કર્મીઓ જાન અને ઘર પરિવારની પરવાહ કર્યા વિના દેશ તથા રાજય માટે બલીદાનો આપીને અમર થઇ ગયા છે. ફરજ દરમ્યાન વીરગત પોલીસ કર્મીઓને શ્રધ્ધા સુમન અર્પણ કરી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું

કે, આવા વીર પોલીસ કર્મીઓને અંજલી કે શહીદ કર્મીઓના પરિવારોને શાંતવના પાઠવવા કોઇ પણ શબ્દો પુરતા થઇ ન પડે. એવું વીરતા ભર્યુ એમનું કર્તવ્ય છે.

તેમણે ઉર્મેયુ હતું કે, અસામાજીક તત્વો કે પ્રજાને રંજાડનારા ગુન્હાહિત લોકો માથુ ન ઉંચકે અને નિર્દોષોને કોઇ કનડગત ન થાય એ માટે દિવસ-રાત ફરજ પર તૈનાત પોલીસદળ આવા તત્વો સામે સફળતા પૂર્વક બાથ ભીડવાની વીરતા બતાવતું રહે છે.

એટલુ જ નહીં કોરોના જેવી વિશ્ર્વ વ્યાપી મહામારી દરમ્યાન પણ પોલીસ કર્મીઓએ કોરોના યોધ્ધા જેવી સેવા આપી હતી. આ મહામારીમાં લોકો પોતાના સ્વજનને પણ મદદ માટે જતા હતા. ત્યારે પોલીસ કર્મીઓએ ફ્રન્ટ લાઇન યોધ્ધા બનીને સેવા બજાવી છે

અને કોરોના સંક્રમણમાં અનેક પોલીસ જવાનોએ પ્રાણ ગુમાવ્યા છે એ તમામને હું ભાવ સભર અંજલી અર્પુ છું.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જે પોલીસ પરિવારોએ એમના આપ્તજન ગુમાવ્યા છે એમના દુ:ખમાં સહભાગી થઇ રાજય સરકાર એમની પડખે ઉભી રહી છે.

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત સહિત દેશભરના શહીદ પોલીસ જવાનોને શ્રધ્ધાંજલી આપતા કહયું હતું કે, દેશ અને સમાજની સુરક્ષા માટે પોલીસ જવાનોની સહાગત વર્તમાન અને આવનાર પેઢી હંમેશા યાદ રાખશે. પોલીસની ખાખી વર્દી એ માત્ર કાપડનો ટુકડો નહીં પણ શકિતનું પ્રતિક છે.

કોરોના કાળમાં સતત 24 કલાક ફરજ બજાવીને પોતાના જીવના જોખમે લોકોની પડખે ઉભા રહીને સાચા અર્થમાં કોરોના યોધ્ધાની ભુમિકા પોલીસે અદા કરી છે એ વંદનીય છે.

તેમણે શહીદોને નમન કરતા જણાવ્યું હતું કે, દેશ અને રાજયમાં પોલીસ માત્ર લો એન્ડ ઓર્ડર જ નહીં પરંતુ અનાર્થ બાળકો અને વૃધ્ધોનો સહારો બનીને પણ સેવા કરે છે.

ગુજરાત પોલીસની નવીન પહેલ એવી ‘તવય’ ટીમ દીકરીઓની સુરક્ષા અને મદદ માટે હંમેશા તતપર હોય છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ વીરગતી પામેલા પોલીસ જવાનોના પરિવારોને રૂબરૂ મળીને શાંતવના પાઠવી હતી

Read About Weather here

અને પરિવારના ખબર-અંતર પુછયા હતા. આ કાર્યક્રમમાં રાજયના પોલીસ વડા આશીષ ભાતિયા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા.(2.11)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here