રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ફરી એકવખત સૌરાષ્ટ્રની મુલાકાતે પધારી રહ્યા છે.એમના ભરચક કાર્યક્રમ અંગે સુરક્ષા સહિતની તમામ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ તા.11મીએ રાજકોટમાં ટૂંકું રોકાણ કરવાના છે. આથી સુરક્ષાનો સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ સહપરિવાર આવી રહ્યા હોવાથી તંત્ર ખડેપગે થઇ ગયું છે. તેઓ વડોદરા કેવડીયા કોલોની તેમજ જામનગર અને દ્વારકાની મુલાકાત લેનાર છે. પોરબંદરનાં સુપ્રસિધ્ધ માધવપુર ઘેડનાં મેળાનું રાષ્ટ્રપતિ ઉદ્દઘાટન કરશે તેવું સતાવાર જાહેર કરવામાં આવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
જણાવ્યા મુજબ રાષ્ટ્રપતિ તા.9મી એપ્રિલે દિલ્હીથી વડોદરા આવી પહોંચશે. તેઓ કેવડીયા કોલોનીની મુલાકાત લેશે અને વડોદરામાં રાત્રી રોકાણ કરશે. તા.10 એપ્રિલે રાષ્ટ્રપતિ વડોદરાથી જામનગર અને દ્વારકા આવી પહોંચશે. દ્વારકાથી તેઓ પોરબંદર રવાના થશે. માધવપુર ઘેડનાં ઐતિહાસિક અને પરંપરાગત મેળાનું રાષ્ટ્રપતિનાં હસ્તે ઉદ્દઘાટન થશે. રાષ્ટ્રપતિ પોરબંદરમાં રાત્રી રોકાણ કરશે. તા.11મીએ તેઓ રાજકોટ પધારશે.
Read About Weather here
રાજકોટમાં ટૂંકું રોકાણ છે પણ શહેર અને જિલ્લા તંત્ર દ્વારા સુરક્ષા સહિતની જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે.રાજકોટમાં રાષ્ટ્રપતિનાં આગમનને લઈને ત્રણ પ્રાંત અધિકારી અને ત્રણ મામલતદારને તૈનાત કરવામાં આવ્યા છે. રાજકોટમાં ત્રણ ચેતક હેલીકોપ્ટર આવશે. મહામહીમ પરિવાર સાથે આવી રહ્યા હોવાથી સર્કીટ હાઉસ બુક કરવામાં આવ્યું છે.
તદ્દઉપરાંત એક સાધન સંપન્ન એમ્બ્યુલન્સ સતત તૈયાર રહેશે અને તબીબોની ટુકડી પણ ખડેપગે રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here