રાવલ પાલિકાની કારનો અકસ્માત: બે કર્મચારીના મોત

પેન્ડીંગ ઇ-મેમો ભરવામાં નહીં આવે તો કેસ દાખલ કરાશે
પેન્ડીંગ ઇ-મેમો ભરવામાં નહીં આવે તો કેસ દાખલ કરાશે
આજે જામનગર-દ્વારકા જિલ્લાની સરહદ પાસે વહેલી સવારે મીઠોઇ ગામના પાટીયે ત્રણ મોટર કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક મુસાફરનું ઘટના સ્થળે તથા અન્ય એક વ્યકિતનું જામનગરની જી.જી.હોસ્પિટલ પહોંચતા સુધીમાં મૃત્યું નિપજ્યું હતું. આ ઉપરાંત પાંચ વ્યકિતઓ ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળે છે. અકસ્માતનો ભોગ બનેલ બન્ને હતભાગીઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાની કલ્યાણપુર તાલુકાની રાવલ નગરપાલિકાના કર્મચારીઓ હોવાનું તથા અન્ય બે ઇજાગ્રસ્ત કર્મચારીઓ પણ નગરપાલિકાના હોવાનું જાણવા મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના જામ રાવલ ગામે રહેતા અને રાવલ નગરપાલિકામાં ફરજ બજાવતા ચાર કર્મચારીઓ આજે પરોઢીયે મોટર મારફત ગાંધીનગર કોઇ સરકારી મીટીંગ સબબ જવા માટે રવાના થયા હતા. આ અકસ્માતમાં રાવલનગર પાલિકામાં ફરજ બજાવતા નીતીનભાઇ કાગળીયાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.

Read About Weather here

જયારે ગંભીર રીતે ઘવાયેલા અન્ય ત્રણ કર્મચારીઓને સારવાર માટે જામનગરની ગુરૂ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એમ્બ્યુલન્સ ત્રણેય ઇજાગ્રસ્તોને લઇને જી.જી.હોસ્પિટલ પહોંચી હતી ત્યારે ફરજ પરના તબીબે ઇજાગ્રસ્ત પૈકીના રાવલ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર મનોજભાઇ સિંગરખીયા નામના 38 વર્ષના યુવાનને તપાસીને મૃત્યું પામેલ જાહેર કર્યા હતા. આ બન્ને કારના ચાલક સહિત અન્ય ત્રણથી ચાર વ્યકિતઓને પણ નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. જેઓને સારવાર માટે ખંભાળિયા હોસ્પિટલ રીફર કરાયા હોવાનું પણ જાણવા મળે છે. વધુ વિગતો મેળવાઇ રહી છે. આ જીવલેણ અકસ્માત સવારે પાંચ વાગ્યા આસપાસ બન્યો હોવાનું ઇજાગ્રસ્તના સંબંધીએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here