પ્ર.નગર અને ગાંધીગ્રામ-૨ (યુર્ની) પોલીસે અલગ-અલગ દરોડા પાડી રૂ. અડધા લાખની રોકડ કબ્જે કરી
શહેરનાં રેલનગરવિસ્તારમાં આવેલા રામપાર્ક સોસાયટીમાં અને રૈયા ગામપાસે આવેલા સવન સિમ્ફની એપાર્ટમેન્ટમાં જુગાર રમતી મહિલાની પોલીસે ધરપકડ કરી રોકડ રૂ. અડધાની રકમ કબ્જે કરી છે. આ અંગેની વિગતમુજબ પ્ર.નગર પોલીસનાં પી.આઈ એલ.એલ.ચાવડાની સુચનાથી પી.એસ.આઈ કે.ડીપટેલ સહિતનાં સ્ટાફે રેલનગરમાં આવેલા
Subscribe Saurashtra Kranti here
રામ પાર્ક સોસાયટીમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગાર પર દરોડો પાડતા તીનપતીનો જુગાર રમતી રંજનાબા ચંદુભાઈ ગોહિલ, નફીસા નુર જુનેજા, નરગીસ નુરા જુનેજા, હનીફ નુરા જુનેજા, ગીતા શૈલેષ બોરડ, મીનાબા રઘુભા ચૌહાણ, દક્ષાબા કિશોરસિંહ જાડેજા, સવિતા પુના ભલગામડીયા સહિત આઠ મહિલાઓની પોલીસે ધરપકડ કરી રોકડા રૂ. ૨૫૦૪૦ કબ્જે કર્યો છે.
જયારે અન્ય એક દરોડામાં ગાંધીગ્રામ-૨ (યુર્ની) પોલીસ મથકનાં પી.આઈ એ.એસ.ચાવડાની સુચનાથી પી.એસ.આઈ એ.બી.જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે ચોક્કસ બાતમીનાં આધારે રૈયાગામ પાસે આવેલા સવન સિમ્ફની એપાર્ટમેન્ટમાં બી.વિંગ ફ્લેટ નં. ૯૦૧ માં દરોડો પડતા
Read About Weather here
તીનપતીનોજુગાર રમતી ભારતી હિતેન્દ્ર ધાનક, મંજુ ભાવન ઝાઝરુકીયા, સોનલ અશોક જગડા, હર્ષા મહેન્દ્ર ધધડા, ભાવના નરેન્દ્ર ધકાણ, ભાવના ભુપેન્દ્ર સરડવા, પ્રવિણા ઉમેશ વાયા, ઈલા મગન ધેટીયા, વિમ્પલ નરેન્દ્ર ધકાણ સહિત નવ મહિલાઓની ધરપકડ કરી રોકડા રૂ. ૨૦૪૩૦ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here