રામનાથ મંદિર ડેવલપમેન્ટની નવી ડિઝાઇન તૈયાર થશે

રામનાથ મંદિર ડેવલપમેન્ટની નવી ડિઝાઇન તૈયાર થશે
રામનાથ મંદિર ડેવલપમેન્ટની નવી ડિઝાઇન તૈયાર થશે

મુખ્યમંત્રી સાથે મેયર, સ્ટે.ચેરમેન, શહેર ભાજપ પ્રમુખ અને મ્યુ.કમિશનરે બેઠક કરીને પ્રોજેકટની ચર્ચા કરી
રૂ.37 કરોડના ખર્ચે કામ શરૂ થશે

રાજકોટવાસીઓના આસ્થાના પ્રતિક રામનાથ મહાદેવના મંદિરના જીણોધ્ધારનું કામ શરૂ કરવામાં આવ્યુ હતું પરંતુ કોરોનાના કારણે બાંધકામ બંધ કરવામાં આવ્યુ હતુ. જુના રજવાડા સમયનું આજથી લગભગ 550 વર્ષ પહેલા આજી નદીની મધ્યે સ્વયંભૂ રીતે મહાદેવ અહીં પ્રગટ થયા,

Visit Saurashtra Kranti Homepage here

જે રામનાથ મહાદેવના નામથી સુવિખ્યાત થયા રાજકોટ વસ્યા પહેલાનો આ ધાટ મંદિર હોવાથી તે ગ્રામ્ય મંદિર તરીકે પણ જાણીતું છે. આજી નદીના બને વહેણો વચ્ચે સુંદર પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે બિરાજેલ દેવોના દેવ મહાદેવના મંદિરે કરોડો ભાવીકો સાથે રાજકોટના લોકોનુ આસ્થાનું કેન્દ્ર છે.

મંદિરના જીર્ણોધ્ધાર માટે રાજ્ય સરકારના ગુજરાત યાત્રા-પ્રવાસ બોર્ડ દ્વારા 5 કરોડના ખર્ચે નવનિર્માણ 2017 મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આ કામનું ખાતમુર્હુત કરી, શરુ કરવામાં આવેલ પરંતુ હાલ હજુ સમય મર્યાદામાં કાર્ય પૂરું થઈ શક્યું નથી.

મંદિર આસપાસ વિકાસનું કામ રૃમ.5 કરોડના ખર્ચે યાત્રાધામ વિકાસ બોર્ડે હાથ ધર્યું તે ટલ્લે ચડ્યું હતું અને લાખો લોકોની ભાવના તેની સાથે જોડાયેલી છે ત્યારે રાજ્ય સરકારના યાત્રાધામ વિભાગના મંત્રી અને રાજકોટના આ વિસ્તારના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ આ કામગીરી મહાપાલિકાને સોંપવામાં આવી છે. મંદિરમાં નદીમાં વહેતા ગટરના પાણી વરસાદ વખતે ન આવે તે માટે આ કામ હાથ ધરાયું હતું પરંતુ,

તાજેતરમાં વરસાદ વખતે મંદિરનું શિવલિંગ પણ પાણી પાણી થઈ ગયું અને મંદિર જવાનો રસ્તો બંધ થયો હતો. આ અન્વયે લોકોમાં મંદિરની ટેકનિકલ ડિઝાઈનમાં જ ક્ષતિ હોવાની ચર્ચા હતી અને આ ડિઝાઇન બદલવાની પણ એક વાત હતી તે અનુસાર હવે .37 કરોડની નવી ડિઝાઇન બનાવમાં આવનાર છે. આ અંગે ગઇકાલે મેયર પ્રદિપ ડવ, સ્ટે ચેરમેન પુષ્કર પટેલ, મ્યુ.કમિશનર અમિત અરોરા,

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી ગાંધીનગર ગયા હતા અને મુખ્યમંત્રી નિવાસ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રામનાથ મહાદેવ મંદિરના રીડેવલોપમેન્ટ માટેના પ્રોજેક્ટની ચર્ચાઓ કરવામા આવી હતી અને હાલમાં જુની ડિઝાઇન જે 5 કરોડની હતી તે ફેરબદલ કરવાની જરૂર લાગી રહી હતી કારણકે મંદિરમાં નદીમાં વહેતા ગંદા પાણી વરસાદ વખતે આવી જાય છે

ઉપરાંત વરસાદ વખતે મંદિરનું શિવલિંગ પણ પાણી પાણી થઈ ગયું અને મંદિર જવાનો રસ્તો બંધ થઇ જાય છે તેથી ડિઝાઇન ફેરવવામાં આવશે અને નવી ડિઝાઇન બનાવવામાં આવશે જેમાં મંખિરની આજુ બાજુ 200 મીટર સુધી નદીનું પાણી ન આવે તે રીતનું આયોજન કરાશે એટલે કે મંદિરથી 200 મીટર આજુ બાજુ દુર નદીના પાણીનો પ્રવાહ ન આવે તે માટે વહેલ જ બદલાવી દેવાશે જેથી ગંદા પાણીની પણ સમસ્યા ન રહે ઉપરાંત આજુ બાજુમાં બગીચાની

Read About Weather here

જેમ ડેવલોમેન્ટ કરવામાં આવશે. આ માટે અંદાજે 37 કરોડનો ખર્ચ થશે તેમ મુખ્યમંત્રીને જણાવામાં આવ્યું હતું ને મુખ્યમંત્રી દ્વારા આ પ્રોજેકટ્ને હકારત્મક અભીગમ માન્યો હતો અને બ્લુ િ5્રન્ટ તૈયાર કરી ફરી મિટીંગ કરવામાં આવશે અને આયોજનને આખરી ઓપ આપવામાં આવશે. ઉ5રાંત રામનાથ મંદિરને આજી રિવરફ્રન્ટમાં સમાવી લેવામાં આવશે તેમ મેયર અને સ્ટે ચેરમેને જણાવ્યું હતું.(4.1)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here