રાત રોકાયા બાદ પરણીતા પરત પતિ પાસે જતી રહી : પ્રેમી યુવકનો આપઘાત

રાત રોકાયા બાદ પરણીતા પરત પતિ પાસે જતી રહી : પ્રેમી યુવકનો આપઘાત
રાત રોકાયા બાદ પરણીતા પરત પતિ પાસે જતી રહી : પ્રેમી યુવકનો આપઘાત

સુરેન્દ્રનગરમાં બનેલી ઘટના : ૨૫ વર્ષના યુવાનને પરિણીતા સાથે મૈત્રી કરાર કર્યા હતા : બંને ભાગી ગયાના બીજા દિવસે પરિણીતા પરત પતિ પાસે જતી રહેતાં માઠુ લાગ્યું

સુરેન્દ્રનગરમાં રહેતા યુવક સાથે મૈત્રી કરાર કરનાર પરિણીતાએ સાથે રહેવાનો ઈન્કાર કરતાં પ્રેમી યુવકે ઝેરી દવા પી જીવન ટૂંકાવી લેતાં પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે. પ્રેમીકાએ પતિ સાથે મળી યુવકને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.

Subscribe Saurashtra Kranti here

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સુરેન્દ્રનગરમાં ધોળી ધજા ડેમ પાસે રહેતા દશરથ ઉર્ફે જીગ્નેશ પાચાભાઈ રોજારા નામના 25 વર્ષના યુવકે બપોરના એકાદ વાગ્યાના અરસામાં રેલ્વે સ્ટેશન પાછળ આવેલી સીયુ શાહ સોસાયટીમાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત નાજૂક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. યુવકને સારવાર મળે તે પૂર્વે જ યુવકે દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે.

Read About Weather here

આ બનાવ અંગે પ્રાથમિક પૂછતાછમાં મૃતક દશરથ ઉર્ફે જીગ્નેશ ત્રણ ભાઈમાં નાનો અને અપરિણીત હતો અને મજૂરી કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. સુરેન્દ્રનગરમાં જ રહેતી રંજન નામની પરિણીતા સાથે આંખ મળી જતાં દશરથ ઉર્ફે જીગ્નેશને પ્રેમ સંબંધ બંધાયો હતો. બન્નેએ પંદર દિવસ પૂર્વે જ મૈત્રી કરાર કર્યા હતા. બાદમાં પરિણીતાના પક્ષે ફરિયાદ નોંધાવતા દશરથ ઉર્ફે જીગ્નેશે રંજનને સમજાવી થોડા દિવસ પોતાના પતિ પાસે મોકલી હતી. બાદમાં રંજને પ્રેમ સંબંધ નહીં રાખવા અને સાથે રહેવાનો ઈન્કાર કરતાં જીગ્નેશને લાગી આવતાં ઝેર પી જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે.