રાત્રી કફર્યૂમાં 10 વાગ્યા સુધીની છૂટછાટ મળે તેવી શકયતા

રાત્રી કફર્યૂમાં 10 વાગ્યા સુધીની છૂટછાટ મળે તેવી શકયતા
રાત્રી કફર્યૂમાં 10 વાગ્યા સુધીની છૂટછાટ મળે તેવી શકયતા

દુકાનોને રાત્રે 8 સુધીની છુટ તથા રાત્રી કરફયુ 10 થી લાગુ થાય તેવી શકયતા

કોરોનાની બીજી લહેર દરમિયાન રાત્રી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી લોકોને ધીરે ધીરે રાહત આપવામાં આવી રહી છે. રાત્રી કર્ફ્યૂના સમય ગાળામાં હવે દ્યટાડો કરવામાં આવે તેવી શક્યતા છે. અત્યારે રાત્રી કર્ફ્યૂમાં 10 વાગ્યા સુધીની છૂટછાટ મળી શકે છે.

Subscribe Saurashtra Kranti here

તો બીજી તરફ દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી મળી શકે છે.. સાથે જ મલ્ટીપ્લેક્સ ખોલવા અંગે પણ ચર્ચા થાય તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી દુકાન રાત્રે 7 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી છે.. જાકે 26 જૂને આ નિયંત્રણોની મુદ્દત પૂર્ણ થઈ રહી છે. ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસની બીજી લહેર સામે લડી રહ્યા છે ત્યારે છેલ્લા દ્યણા દિવસથી ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત દ્યટી રહ્યા છે.

રાજયમાં કોરોના વાયરસના દ્યટતા કેસના કારણે અને તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં 135 નવા કેસ નોંધાયા છે જયારે 612 દર્દીઓએ વાયરસને મ્હાત આપતા રાજયનો રિકવરી રેટ 98.15 ટકાઍ પહોંચ્યો છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં 3 દર્દીઓના નિધન થયા છે. ગુજરાતમાં કોરોના વાયરસના સતત દ્યટતા કેસના કારણે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 5159 પર પહોંચી છે જયારે તેમાંથી 86 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

રાજયમાં કોરોના વાયરસના કારણે કુલ મૃતાંક 10037 પર પહોંચ્યો છે. ગુજરાતમાં 135 કેસમાંથી સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં સામે આવ્યા છે, અમદાવાદ શહેરમાં 30 જયારે સુરત શહેરમાં 14 કોરોના કેસ સામે આવ્યા છે. રાજકોટ શહેરમાં 10 કેસ જયારે વડોદરા શહેરમાં 8 કેસ સામે આવ્યા છે. ભારતમાં કોરોનાની બીજી લહેર ભલે કમજોર પડી રહી હોય પણ સંક્રમણ મામલે ભારત વિશ્ર્વભરમાં અમેરિકા બાદ બીજા ક્રમે પહોંચી ગયું છે.. ભારતમાં સંક્રમણનો આંકડો 3ક કરોડને પાર પહોંચી ગયો છે. અને છેલ્લા 50 દિવસમાં સંક્રમણના 1 કરોડ કેસ નોંધાયા છે.

Read About Weather here

જેમાં 50 લાખ કેસ તો છેલ્લા 36 દિવસમાં જ નોંધાયા છે. કોરોનાથી મૃત્યુ મામલે પણ ભારત બીજા ક્રમે છે. દેશમાં અત્યાર સુધી 3.9 લાખ લોકોના મૃત્યુ થયા છે. જયારે બીજી લહેર દરમિયાન દેશમાં 2.33 લાખ લોકોના મૃત્યુ થયા છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleમાલવીયા કન્ટ્રકશન સાઈટનાં માલિકે પ્રજાના જીવ જોખમમાં મુક્યા
Next articleરાજકોટનાં નવા કલેકટરે ચાર્જ સંભાળ્યો