રાત્રી કફર્યુ ઘટતા એસટી દ્વારા વધુ બસો દોડાવાશે

રાત્રી કફર્યુ ઘટતા એસટી દ્વારા વધુ બસો દોડાવાશે
રાત્રી કફર્યુ ઘટતા એસટી દ્વારા વધુ બસો દોડાવાશે

આજથી હવે 350 થી 400 બસોનું સંચાલન :  આવકમાં પણ ધરખમ વધારો : ડેપોની 12 તો ડિવીઝનની આવક 32 લાખે પહોંચી

ગુજરાત સરકારે રાત્રે 10 થી 6નો કર્ફયુ જાહેર કર્યો છે, પરંતુ તેમાં એસટી સરકારે કર્ફયુમાંથી મુકિત મળતા હવે રાજ્યભરના ડેપો ઉપર રાત્રે પણ બસોનું આવન-જાવન આજથી શરૂ થઇ જશે.

Subscribe Saurashtra Kranti here

રાજકોટની વાત કરીએ તો રાજકોટ એસટી ડિવીઝન દ્વારા હાલ 75 ટકાની છૂટ સાથે 250 બસોનું રોજ સંચાલન થાય છે, હવે આજથી રોજની 100 બસો વધુ આવશે, આ પહેલા દરરોજ રાત્રે રાજકોટથી બસો બાયપાસ થતી પરંતુ હવેથી આજથી બસો રાજકોટ ડેપોની અંદર આવી શકશે.

પરીણામે ટ્રાફિક પણ વધશે, અધિકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે આજથી હવે 350થી 400 બસોનું સંચાલન થશે, આવકમાં પણ વધારો થયો છે, રાજકોટ ડેપોની આવક હવે 12 થી 13 લાખે પહોંચી છે તો ડિવીઝનની આવક 32 લાખે પહોંચી છે.

કર્ફયુમાં છૂટછાટ મળતા અમદાવાદ, જામનગર, મોરબી, જૂનાગઢ, કાલાવડ, ભૂજ, ભાવનગર, અમરેલી, વડોદરા તરફથી કુલ 99 ગાડીઓમાં શુક્રવારથી વધારો થશે.

Read About Weather here

અમદાવાદ માટે સવારે 4 વાગ્યાથી, જામનગર માટે સવારે 5 વાગ્યાથી,  મોરબી માટે સવારે 5.30 વાગ્યાથી, જુનાગઢ માટે સવારે 5.00 વાગ્યાથી, કાલાવડ માટે સવારે 3.30 વાગ્યાથી, ભુજ માટે સવારે 5 વાગ્યાથી, ભાવનગર તરફ માટે સવારે 5 વાગ્યાથી, અમરેલી તરફ માટે પણ સવારે 5 વાગ્યાથી, બરોડા માટે સવારે 4.30 વાગ્યા થી વાહનો મળી રહેશે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here