આજે રાજકોટ જિલ્લા પંચાયતની 14મીએ કારોબારી મળ્યા બાદ આજે સામાન્ય સભા મળી હતી. જેમાં વિપક્ષ દ્વારા જંગલ કટિંગ, બાંધકામના કામો અને ગ્રાંન્ટ, સિંચાઇ, આરોગ્ય કેન્દ્ર, સ્કુલના ઓરડાઓ સહિત કુલ 18 પ્રશ્ર્નો સહિત કુલ 12 મુખ્ય મુદાઓ ઉપર ચર્ચાઓ કરાઇ હતી. સામાન્ય સભામા વિપક્ષે પુછેલા 18 પ્રશ્ર્નોના જેતે અધિકારીઓએ જવાબ આપ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
જેમાં જિ.પં. સદસ્ય મનસુખભાઇ સાકરીયાએ જસદણ તાલુકાના રાજાવડલા જસ ગામે અલગ ગ્રામપંચાયની માંગણી કરી હતી, ઉપરાંત દહિંસરા, કુંદણી કનેસરા ત્રણ ગામને જોડતો રસ્તો, નવા મંજુર થયેલા રોડ રસ્તાની વિગતો માંગવામાં આવી હતી. અને રાણિંગપરથી રણજીતગઢમાં નવો ડામર રોડ બનાવવાનું કામ છેલ્લા બે મહિનાથી બંધ છે તેનુ કારણ માંગતા જે તે જવાબદાર અધિકારીએ જવાબ આપતા જણાવ્યું હતુ કે કામ ચાલુ જ છે અને આગામી સમયમાં કામ પુરૂ પણ કરી દેવાશે તેવો જવાબ આપતા મનસુખ સાકરીયાએ અધિકારીને ભાર પુર્વક જણાવ્યું હતું કે રેવા દો સાહેબ આજે સવારે જ હું રસ્તાનું કામ જોઇને આવ્યું છુ બધુ બંધ હાલતમાં છે તે તમે સ્વીકારો છે કે કામ ચાલુ જ છે તો અધિકારીએ તરત જ ફેરવીને કહ્યું હતું કે જોવડાવી લઇએ છીએ.
ઉપરાંત મનસુખ સાકરીયાએ એક એવો પ્રશ્ર્ન પુછછ્યો હતો કે જસદણ તાલુકામાં હાલમાં કેટલા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રનું કામ ચાલુ છે. તેનો જવાબ અધિકારીએ આપ્યો હતો કે એક પણ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રનું કામ ચાલુ છે જ નહીં તો મનસુખભાઇએ કિધુ કે તમારી વાત ખોટી છે મારા જ ગામમાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર બને છે તો તમે કે ના પાડો છો તો અધિકારીએ મનસુખભાઇને કીધુ કે મનસુખભાઇ તમારા ગામમાં બને છે તે પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર નથી પેટા આરોગ્ય કેન્દ્ર છે બંન્ને માં ફરક હોય છે તેમ સમજાવી જ્ઞાન પણ આપ્યું હતું.ઉપરાંત સમગ્ર સભામાં અનેક વખત સિંચાઇનો પ્રશ્ર્ન આવતાની સાથે એક જ ચર્ચાઓ થવા લાગી હતી કે સ્ટાફની અછત છે છેવટે પ્રમુખે પણ સ્વીકાર્યુ કે હા સ્ટાફની અછત છે ને અમે સરકારમાં પણ દરખાસ્ત કરેલી જ છે.
સભામાં વિપક્ષી નેતા અર્જુન ખાટરીયાએ પ્રશ્ર્ન પુછ્યો હતો કે રાજકોટ જિલ્લા પંચાયત હેઠળ આવતી શાળાઓમાં કેટલા નવા સ્કુલ રૂમ બનાવવાની જરૂર છે. તેનો જવાબ આપતા અધિકારીએ જણાવ્યું હતું કે ,જિલ્લાના 11 તાલુકાની 101 શાળામાં 366 કલાસરૂમની જરૂર ઉભી થઇ છે. ઉપલેટામાં જ 106 ઓરડાઓની જરૂર છે જેમાંથી 175 મંજુર કરી દેવામાં આવ્યા છે. અર્જુન ખાટરીયાએ ઓરડા ન બનતા અધિકારીઓને ગંભીરતા દાવી વહેલી તકે કામ કરવા અનુરોધ પણ કર્યો હતો. આ ઉપરાંત સિંચાઇના પણ પ્રશ્ર્નો કરવામાં આવ્યા હતા.
Read About Weather here
અર્જુન ખાટરીયાએ પોતાના વિસ્તારમાં સ્વભંડોળ ગ્રાન્ટમાંથી કામો સુચ્વયા હતા તેમાંથી કેટલા પુરા થયા તેની વિગતો માંગતા જણાવ્યું હતું કે 9 કામો પુર્ણ થયેલ છે અને 2 કામો બાકી છે તો અર્જુનભાઇએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી કામો સુચવેલ હોવા છતા આજ સુધી કેમ કામગીરી ન કરાઇ શુું જીલ્લા પંચાયત કોંગ્રેસના સભ્યને ટાર્ગેટ કરી કામ નથી કરવામાં આવતા તેવો આક્ષેપ પણ કર્યો હતો.સામાન્ય સભામાં સર્વાનુમતે તમામ મુદાઓ પાસ કરાયા હતા અને બે અરજન્ટ ઠરાવ પણ મંજુર કરાયા હતા જેમાં અધિકારીઓને મળતી સત્તાઓનો પરિપત્ર તેમજ ભરત બોઘરા દ્વારા આટકોટમાં બનાવેલ કે.ડી.હોસ્પિટલથી રાજકોટ જીલ્લાને મોટો ફાયરો થયો છે તો તેની આભારવિધીનીનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here