રાજ્ય સરકાર આજે કંપનીઓ સાથે 24185 કરોડના સમજૂતિ કરાર કરશે…!

રાજ્ય સરકાર આજે કંપનીઓ સાથે 24185 કરોડના સમજૂતિ કરાર કરશે...!
રાજ્ય સરકાર આજે કંપનીઓ સાથે 24185 કરોડના સમજૂતિ કરાર કરશે...!

દેશ વિદેશની કંપનીઓ ગુજરાતમાં ફરી સક્રિય વેપાર કરવા તૈયારી કરી રહી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિવિધ ક્ષેત્રોની કંપનીઓ સાથે 24 હજાર 185 કરોડના MOU થશે.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્યમાં વિવિધ કંપનીઓના રોકાણ થકી 35 હજારથી વધુ યુવાનોને રોજગારી પ્રાપ્ત થશે. કોરોના કાળમાં અનેક મુશ્કેલીઓ સાથે આર્થિક નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. અનેક લોકોના વેપાર ધંધાને કોરોનાને કારણે અસર પહોંચી છે. પરંતુ હવે ગુજરાતમાં ફરી વેપાર ધંધા પાટે ચઢી રહ્યાં છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે તત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરી હતી. આજે 10મી વાઇબ્રન્ટ સમિટ શરૂ થઇ રહી છે. આજે પહેલા દિવસે સરકાર તરફથી ખાતરી આપું છું કોઈ પણ તકલીફ ન પડે તે જવાબદારી અમારી છે.

પરંતુ સમયસર MOU પુરા ના થાય તેની જવાબદારી તમારી છે. ઘણી વખત mou ન થાય અને શરૂ ન થાય તે માટે ઘણી મુશ્કેલીઓ પડે છે. જેથી હવે સરકાર તમારી સાથે છે.

અમરેલીના રાજુલામાં મેઘમણી ઓર્ગેનિક પ્રોજેક્ટ હેઠળ 8500 કરોડનું રોકાણ થશે. તે ઉપરાંત દહેજમાં મેઘમણી ફિંટેક 600 કરોડનું રોકાણ થશે જેમાં 700 લોકોને સીધી રોજગારી પ્રાપ્ત થશે. જ્યારે ઝગડિયામાં 100 કરોડનું રોકાણ થશે.IOC 1595 કરોડનું રોકાણ કરશે જેમાં 5760 લોકોને રોજગારી પ્રાપ્ત થશે.

કોરોનાને કારણે 2021માં વાઈબ્રન્ટ સમિટ યોજી શકાઈ નથી. હવે સરકારે 2022માં વાઈબ્રન્ટ સમિટ યોજવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સમિટમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આગામી દસ વર્ષ માટેનો રોડ મેપ લોન્ચ કરવામાં આવશે. આ રોડ મેપ બનાવવા માટે હાલ યુનિ.

ઓના કુલપતિઓની નિમાયેલી કોર કમિટીને કામગીરી સોંપી દેવાઈ છે.કેન્દ્ર સરકારે નવી એજ્યુકેશન પોલીસી લાગુ કરી દીધા બાદ હવે ગુજરાતમાં તેનો ત્વરીત અમલ કરવા માટે સરકારે આયોજનો શરૂ કરી દીધા છે

અને જે અંતર્ગત કમિટીઓની રચના બાદ આગામી શૈક્ષણિક વર્ષથી કોર્ષ-પરિણામ પેટર્ન સહિતની કેટલીક મહત્વની બાબતોનો તમામ યુનિ.ઓમાં સમાનપણે અમલ કરવાની યોજના છે

ગુજરાત વાઈબ્રન્ટ સમિટ એટલે કે, વિશ્વના ઉદ્યોગપતિઓને બિઝનેસ માટે આકર્ષવાનો પ્રયાસ. વૈશ્વિક રોકાણકારોને ગુજરાત તરફ આકર્ષવાનું માધ્યમ છે ત્યારે આ વર્ષે ગુજરાત સરકાર 10મી વાઈબ્રન્ટ સમિટ પહેલાં રાજ્યમાં અદ્યતન ડેટા સેન્ટરની સ્થાપના કરવાનું વિચારી રહી છે.

આ સેન્ટર કેન્દ્ર સરકારના આદેશ પછી બનાવવામાં આવશે અને તેમાં એકીકૃત ગ્રીન હાઉસ ડેટા સેન્ટરનો કોન્સેપ્ટ હશે શું છે આ કોન્સેપ્ટ પાછળનો ઉદ્દેશ્ય એ જાણવું રસપ્રદ રહેશે.

અગાઉ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન સાતથી આઠ રોડ શો યોજાતા અને આખોય મહિના થોડા સમયનાં અંતરે એક -એક ટીમ રોડ શો માટે વિદેશ જતી હતી. તેનાથી વિપરીત આ વખતે ત્રણ ટીમો એક જ તારીખે એટલે 22મીથી 26 નવેમ્બરે ફોરેન રોડ શોમાં જશે.

આ ઉપરાંત બીજી ટીમ જાપાન અને કોરીયામાં રોકાણ આકર્ષતા રોડ શો યોજશે. જેને શ્રમ અને રોજગાર વિભાગમાં પ્રિન્સીપલ સેક્રટરી અંજુ શર્મા લીડ કરશે.

Read About Weather here

રૂરલ ડેવલપમેન્ટ કમિશનર સોનલ મિશ્રાની ટીમ જર્મની ફ્રાન્સ અને નેધરલેન્ડ જશે.તેમાં યુએસએમાં પ્રિન્સીપલ સેક્રેટરી જે પી ગુપ્તાની ટીમ સાથે ઉદ્યોગપતિઓ જશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here