કોરોનાની સંભવિત ત્રીજી લહેરની સામે સરકારની તૈયારીઓ
કોરોનાની સંભવિત ત્રીજી લહેરની સામે રાજ્ય સરકારે અનેક તૈયારીઓ કરી દૃીધી છે. ત્યારે રાજ્ય સરકારે કોરોનાની એક મોટી જવાબદૃારી જિલ્લા કલેક્ટરોને આપી છે.
Visit Saurashtra Kranti Homepage here
કોરોના મહામારીના નિયંત્રણ અને સારવારની વ્યવસ્થા પાછળ થતા ખર્ચને પહોંચી વળવા રાજ્ય સરકારે જિલ્લાના ખર્ચની જવાબદૃારી જે તે જિલ્લા કલેક્ટરોને આપી દૃીધી છે.
દૃાતાઓ, ખાનગી કંપનીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ પાસેથી ફંડ મેળવીને જરૂરિયાત મુજબની વ્યવસ્થા માટે દૃરેક જિલ્લામાં સીએસઆર ફંડની રચના કરવાના આદૃેશ કરાયો છે.
ફંડ માટે અલગથી બેંક એકાઉન્ટ ખોલાવવા તથા તેમાંથી કામ કરવાની પરવાનગી આપવામાં આવી છે. દૃાતાઓ પાસેથી ફંડ મેળવવાની જવાબદૃારી પણ જે તે જિલ્લા કલેક્ટરોને સોંપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, જિલ્લા કક્ષાની સમિતિમાં કલેક્ટર અધ્યક્ષ, ડીડીઓ સહ અધ્યક્ષ જ્યારે જિલ્લા આયોજન અધિકારી, તિજોરી અધિકારી, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સભ્ય તરીકે
અને નિવાસી અધિક કલેક્ટર સભ્ય સચિવ તરીકે રહેશે.ઉદ્યોગ વિભાગે કરેલા ઠરાવ મુજબ, કોરોનાની મહામારી, કુદૃરતી આફત કે આકસ્મિક મુશ્કેલીના સમયે ઊભી થતી કામગીરીને પહોંચી વળવા સીએસઆર ફંડની રચના કરવામાં આવી છે.
કલેક્ટરની અધ્યક્ષતા હેઠળ જિલ્લા કક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરોને આ હેતુ માટે, એક અલગ સીએસઆર ફંડ ઊભું કરવાની મંજૂરી આપવામાં આવી છે.
આ ફંડ માટે અલગથી બેંકમાં ખાતું ખોલાવવા અને તેમાંથી કામગીરી કરવાની પરવાનગી આપવામાં આવી છે. જનસેવા કેન્દ્રો ખાતે યુઝર ચાર્જીસની આવકના
Read About Weather here
ભંડોળમાંથી સેવા વિષયક ખર્ચ કરવા રચાયેલી જિલ્લા ઇ-સેવા સોસાયટીને સીએસઆર અમલીકરણની કામગીરી કરવા માટે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.(3.13)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here