રાજ્યના કૃષિવિભાગે જારી કરેલી વિગત અનુસાર સૌરાષ્ટ્રમાં 23 લાખ હેક્ટર સહિત રાજ્યમાં 30 લાખ હેક્ટરથી વધુ જમીનમાં એક માસમાં વાવેતર થયું છે. રાજ્યમાં હજુ 35 ટકા વાવણી થઈ છે અને તેમાં મુખ્યત્વે મગફળી અને કપાસનું અને તે પણ મુખ્યત્વે રાજ્યના 33 પૈકી સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં વાવેતર થયું છે. એકમાત્ર કપાસનું વાવેતર ગત વર્ષના જેટલું થઈ રહ્યું છે જ્યારે મગફળી સહિત અન્ય તમામ પાકોનું વાવેતર ગત વર્ષ કરતા ઓછુ છે. ગત વર્ષે 4 જૂન સુધીમાં રાજ્યમાં ફૂલ 40.57 લાખ હે.માં વાવેતર થઈ ગયું હતું, વર્ષે તેની સામે 30.20 લાખ હેક્ટરમાં એટલે કે 10.23 લાખ હેક્ટરમાં વાવેતર ઓછુંછે.
Visit Saurashtra Kranti Homepage here
આમ, મોટાભાગના ખેડૂતો હજુ ઉતાવળ કરવાના મૂડમાં નથી.મગફળીનું વાવેતર પણ ગત વર્ષથી 35-40 ટકા ઓછુ થઈ રહ્યું છે. કૂલ વાવેતરના 50ટકાથી વધુ, 15.57 લાખ હેક્ટરમાં માત્ર કપાસનું વાવેતર થયું છે. ગત ઉનાળામાં કપાસના ભાવ માર્કેટ યાર્ડમાં ઐતહાસિક ઉંચાઈએ પ્રતિ મણના રૂા.2800ને પાર થયા હતા. જેના પગલે ખેડૂતો કપાસ ત2ફ વધુ વળ્યાનું જણાય છે. જો કે, હાલ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ બે સપ્તાહથી આંશિક ઘટાડાનું વલણ છે અને ગત 22 જૂન સુધી પ્રતિ મણના રૂમ. 2500ને પાર રહેલા ભાવ ક્રમશ: ઘટીને આજે રૂમ. 2212ના ભાવે સોદા થયા હતા.
Read About Weather here
જ્યારે અત્યાર સુધીમાં 33 ટકા જમીનમાં (10.14 લાખ હે)માં મગફળીનું વાવેતર થયું છે, જે ગત વર્ષે 14.50 લાખ હેક્ટરથી વધુ જમીનમાં થઈ ગયું હતું. માર્કેટ યાર્ડમાં હાલ મગફળીના ભાવ 1000થી 1300 વચ્ચે સ્થિર છે.અત્યાર સુધીમાં કપાસનું સર્વાધિક વાવેતર સૌરાષ્ટ્રમાં અમરેલીમાં 29,390 હૈ., સુરેન્દ્રનગરમાં 21,310 હૈ, માં જ્યારે મગફળીનું સૌથી વધુ જૂનાગઢમાં 17450 હૈ,માં અને રાજકોટ જિ.માં 171504.માં થયુ છે. આ પૈકી અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં સારો વરસાદ થયો છે, રાજકોટ જિલ્લામાં મધ્યમ વરસાદ છે.જ્યારે રાજ્યના અન્ય ભાગમાં ઉત્તર ગુજરાતમાં મગફળીનું 93,300 હે. અને કપાસનું 1.38 લાખ હેક્ટરમાં વાવણી થઈ છે. એકંદરે રાજ્યની 86 લાખ છે.થી વધુ ખેડવાણ જમીનમાં ચોમાસાનો સવા મહિનો વિતી ગયો છે ત્યારે વાવણી ગત વર્ષની સાપેક્ષે 30-35 ટકા ધીમી છે. ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, અન્ય ધાન્ય પાકો, મગ,મઠ, અડદ સહિત કઠોળ, તલ, દિવેલા, સોયાબીન સહિત તેલિબિયાના વાવેતરમાં હજુ વેગ આવ્યો નથી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here