રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે, પરંતુ વરસાદ મન મુકીને વરસી રહૃાો નથી. રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ઝરમર, છૂટોછવાયો અને ઓછો વરસાદ જોવા મળી રહૃાો છે. લોકો વરસાદની આશા રાખીને બેઠા છે. સૌને સવાલ થાય છે કે વરસાદૃ ક્યારે આવશે? ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરતા કહૃાું, હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. બે દિવસ બાદ રાજ્યમાં વરસાદ આવી શકે છે.
Subscribe Saurashtra Kranti here
હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે, આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. બુધવારે વરસાદમાં ઘટાડો જોવા મળી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદની અસર ઓછી જોવા મળી શકે છે. રાજ્યમાં ધોધમાર વરસાદ પડે એવી કોઈ સિસ્ટમ હાલ સક્રિય નથી. મહત્વનું છે કે, રાજ્યમાં હજુ પણ 36 ટકા વરસાદની ઘટ છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, બે દિવસ બાદ રાજ્યમાં સારો વરસાદ વરસી શકે છે. સાથે જ માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દૃરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. મહત્વનું છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 35.84 ટકા વરસાદ જ પડયો છે. રાજ્યમાં હજુ સિઝનનો માત્ર 36 ટકા જ વરસાદ વરસ્યો છે, જે ગયા વર્ષની સરખામણીએ સાત ટકા ઓછો છે.
Read About Weather here
ઉત્તર ગુજરાતમાં 30.98 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 33.93 ટકા, સૌરાષ્ટ્રમાં 33.55 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 35.84 ટકા વરસાદ નોંધાયો છે. જો કે, બે દિવસ બાદ વાતાવરણમાં પલટો આવી શકે છે. બે દિવસ બાદ રાજ્યમાં સારા વરસાદની આશા સેવવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here