રાજ્યમાં એકસાથે કોચિંગ ક્લાસીસ પર દરોડા…!

રાજ્યમાં એકસાથે કોચિંગ ક્લાસીસ પર દરોડા…!
રાજ્યમાં એકસાથે કોચિંગ ક્લાસીસ પર દરોડા…!
આ કોચિંગ ક્લાસીસે ઓછો જીએસટી ભર્યો હોવાથી રડારમાં આવ્યા હતા. રાજ્યભરમાં પહેલીવાર એકસાથે ધો.10-12 અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા 48 કોચિંગ ક્લાસ પર એસજીએસટીએ દરોડા પાડ્યા છે. સંચાલકો વિદ્યાર્થીઓ પાસેથી લાખોની ફી રોકડમાં લઈ એનો હિસાબ ચોપડે લેતા ન હોવાની શંકાને આધારે સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

એસ.જી.એસ.ટી.ની ટીમે મંગળવારે ભાવનગર, ગોધરા, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, આણંદ, હિંમતનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, સુરત, જામનગર અને જૂનાગઢમાં 13 એકમ દ્વારા ચલાવાતા કુલ 48 કોચિંગ ક્લાસ પર સાગમટે દરોડા પાડ્યા હતા. આ તમામ ક્લાસીસ જીએસટીમાં રજિસ્ટર્ડ છે અને કેટલાક ક્લાસીસે તો જીએસટી નંબર પણ લીધો નથી.

Read About Weather here

આ સંચાલકોએ જીએસટીમાં ઓછો ટેક્સ ભર્યો હોવાથી રડારમાં હતા.જીએસટીના સિસ્ટમ બેઝડ એનાલિસિસ અને માર્કેટ ઇન્ટેલિજન્સમાં ક્લાસીસના વ્યવહારો અને બેંક વ્યવહારોમાં વિસંગતતા સામે આવી હતી. ક્લાસીસ સંચાલકો દ્વારા પૂરી પાડવામાં આવતી સર્વિસ પર 18 ટકા જીએસટી લાગે છે.સંચાલકોએ વિદ્યાર્થીઓ પાસેથી એડવાન્સ રકમ લીધી હોવાનું પણ બહાર આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here