રાજ્યકક્ષા જુનિયર હોકી સ્પર્ધા-2021 નું ઉદ્ઘાટન કરતાં ધારસભ્ય ગોવિંદભાઇ પટેલ

રાજ્યકક્ષા જુનિયર હોકી સ્પર્ધા-2021 નું ઉદ્ઘાટન કરતાં ધારસભ્ય ગોવિંદભાઇ પટેલ
રાજ્યકક્ષા જુનિયર હોકી સ્પર્ધા-2021 નું ઉદ્ઘાટન કરતાં ધારસભ્ય ગોવિંદભાઇ પટેલ

મહાનગરપાલિકા તથા હોકી રાજકોટ સંસ્થા દ્વારા

મહાનગરપાલિકા તથા હોકી રાજકોટ સંસ્થા દ્વારા આયોજીત રાજ્યકક્ષા જુનિયર હોકી સ્પર્ધા-2021 (ભાઈઓ)નું ઉદઘાટન આજે સવારે મેજર ધ્યાનચંદ એસ્ટ્રો ટર્ફ હોકી મેદાન, રેસકોર્ષ ખાતે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું.

Visit Saurashtra Kranti Homepage here

આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેલ.આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા,

ડેપ્યુટી કમિશનર આશિષ કુમાર, કોર્પોરેટર, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમભાઈ પૂજારા, જિલ્લા રમતગમત અધિકારી વી.પી. જાડેજા, જીનીયસ સ્કૂલ ગ્રુપના ડી. વી. મહેતા, માધવ જશાપરા, તથા હોકી રાજકોટના સેક્રેટરી મહેશ દિવેચા વિગેરે ઉપસ્થિત રહેલ.

આ પ્રસંગે મેયર ડો.પ્રદીપ ડવએ જણાવેલ કે, મહાનગરપાલિકા દ્વારા એસ્ટ્રો ટર્ફ હોકી મેદાન બનાવવામાં આવેલ જે ગુજરાત ભરમાં સૌપ્રથમ છે. ખેલાડીઓ આ ગ્રાઉન્ડનો વધુને વધુ લાભ લઇ અને મેજર ધ્યાનચંદ, ધનરાજ પિલ્લાઇની માફક શહેર,

રાજ્ય અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.કાર્યક્રમમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત જીનીયસ સ્કૂલ ગ્રુપના ડી. વી. મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોનું રાજકોટ હોકીની ટીમ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ.

સ્પર્ધામાં ભાગ લેનાર તમામ રમતવીરોએ ખેલદિલીની ભાવનાથી, નિયમોના પાલન કરવાના અને સ્પોર્ટ્સમેન સ્પીરીટ સાથે રમત રમવાના શપથ લીધા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ભાગ લેનાર તમામ ટીમોના કેપ્ટન દ્વારા મશાલની જ્યોતનું રિલે કરેલ ત્યારબાદ ઉદ્દઘાટક ગોવિંદભાઇ પટેલ

અને મેયર ડો. પ્રદિપ ડવ દ્વારા જ્યોત પ્રગટાવી ટુર્નામેન્ટ ખુલી મુકાયેલ. ઓળખવીધી બાદ અમદાવાદ અને સુરતની ટીમનો મેચ પ્રારંભ કરતા પહેલા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તેમજ મેયર ડો.પ્રદીપ ડવએ હોકી બોલને હોકી સ્ટીક વડે ફટકારી,

આ ટુર્નામેન્ટનો શુભારંભ કરાયેલ. આ ટુર્નામેન્ટમાં વલસાડ, નવસારી, સુરત, વડોદરા, અરવલ્લી, બનાસકાંઠા અને રાજકોટની ટીમોએ ભાગ લીધેલ છે. આ ટુર્નામેન્ટ બાદ રાષ્ટ્રકક્ષાની ટુર્નામેન્ટ માટે પસંદગી પણ કરવામાં આવનાર છે.

તેમજ આગામી ડિસેમ્બર માસમાં તમિલનાડુ ખાતે ઓલ ઇન્ડિયા હોકી ટુર્નામેન્ટનું આયોજન થનાર છે.આ ટુર્નામેન્ટમાં રાજકોટ અને બનાસકાંઠા વચ્ચે યોજાયેલ મેચમાં રાજકોટએ 3-0 ગોલથી વિજય મેળવેલ અને રાજકોટની હોકી ટીમએ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવેલ છે.

જ્યારે અમદાવાદ અને સુરતની ટીમ પૈકી અમદાવાદની હોકી ટીમએ 5-0 ગોલથી વિજય મેળવેલ છે. કાર્યક્રમના અંતે હોકી ગુજરાતના વાયસ પ્રેસિડેન્ટ જ્વલંતભાઈ ભટ્ટે ઉપસ્થિત સૌ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરેલ

અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ હોકીનું એસ્ટ્રો ટર્ફ ગ્રાઉન્ડ બનાવી હોકીના ખેલાડીઓને પ્રાત્સાહિત કરેલ છે તે બદલ આભાર વ્યક્ત કાર્યો હતો.

Read About Weather here

આ ટુર્નામેન્ટને સફળ બનાવવા રાજકોટ હોકીના મહેશ દિવેચા, જયદેવસિંહ જાડેજા, ભગીરથસિંહ ખેર, ધર્મેન્દ્રસિંહ ઝાલા, મુસ્કાન કુરેશી, રીતુ ધીંગાણિ, દિવ્યેશ મિયાત્રા અને ઈમ્તિયાઝ હોથીએ જહેમત ઉઠાવી હતી.(1.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here