રાજયમાં પાલિકાના પ્લોટ પરના તમામ દબાણો હટાવવા રાજય સરકારનો આદેશ

રાજયમાં પાલિકાના પ્લોટ પરના તમામ દબાણો હટાવવા રાજય સરકારનો આદેશ
રાજયમાં પાલિકાના પ્લોટ પરના તમામ દબાણો હટાવવા રાજય સરકારનો આદેશ

ગેરકાયદે દબાણો કરનારા સામે લેન્ડગ્રેબીંગ એકટ મુજબ ગુન્હો નોંધવા તાકિદ: શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડીયા દ્વારા તમામ પાલિકા તંત્રને આદેશથી ભૂ-માફિયાઓમાં ખળભળાટ

ગુજરાતમાં નગરપાલિકાની કિંમતી જમીનો પચાવીને બેસી ગયાની ભૂ-માફિયાઓ સામે અવાર-નવાર ઉઠતી ફરીયાદોને ધ્યાનમાં લઇને ગુજરાતના શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડીયાએ પાલિકાના તમામ પ્લોટ પરના દબાણ ખાલી કરાવવા રાજયભરના તમામ પાલિકા તંત્રને આદેશ આપ્યો છે. મંત્રીના આદેશને પગલે ભૂ-માફિયા તત્વોએ ખળભળાટ મચી ગયો છે. હવે ગમે ત્યારે જે-તે પાલિકાઓ દ્વારા આકરા પગલા લેવાનું શરૂ કરવામાં આવે તેવી શકયતા છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજય સરકારના સુત્રોએ જણાવ્યા મુજબ રાજયમાં નગરપાલિકાઓના 315 જેટલા કિંમતી પ્લોટ પર ગેરકાયદે દબાણ થઇ ગયાની રાજય સરકારને ફરીયાદો મળી છે. આથી સરકાર ચોકી ઉઠી છે. આજે શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડીયાએ તમામ પાલિકાઓને ગેરકાયદે દબાણો દુર કરાવી પાલીકાના પ્લોટ ખુલ્લા કરાવવા આદેશ આપ્યો છે. આવા તત્વો સામે જરૂર પડયે લેન્ડગ્રેબીંગ એકટનો ઉપયોગ કરવાની પણ મંત્રીએ તાકિદ કરી છે.

પાલિકા પરના પ્લોટ પર ગેરકાયદે દબાણની હકીકતો નવી નથી. લાંબા સમયથી આ અંગે રાજય સરકારમાં રજૂઆતો થતી રહે છે. પણ ભૂ-માફિયા તત્વો સામે ધણી વખત કોઇ કડક કાર્યવાહી થતી ન હોવાથી આવા તત્વો ફાટીને ધુમાડે ગયા છે. ધણા બધા પાલિકા વિસ્તારોમાં તો આવા ભૂ-માફિયા રાજકીય વગ અને મેન પાવર ધરાવતા હોવાથી પાલિકા તંત્ર દ્વારા પગલા લેવાની હિમ્મત પણ કરવામાં આવતી નથી. સરકારે 315 પ્લોટ પર દબાણ થયાનું આ રીતે સ્વીકાર્યુ છે

Read About Weather here

પણ આ સંખ્યા ધણી વધુ હોય શકે છે. એવું જાણકાર સુત્રો કહી રહયા છે. હવે ખુદ શહેરી વિકાસ મંત્રીએ તુટી પડવાનો આદેશ આપ્યો હોવાથી ટુંક સમયમાં પાલિકાના પ્લોટને પચાલી પાડનારા તત્વો સામે કડક કાર્યવાહી શરૂ થવાની સંભાવના દેખાઇ રહી છે. ભૂ-માફિયા તત્વો સામે કડક કાર્યવાહીનો આદેશ મળતા અત્યારથી આવા કેટલાક માફિયા ભૂર્ગભમાં ચાલ્યા ગયા છે તેવું કહેવાય છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here