રાજપૂત કરણી સેનાની એકતા યાત્રા કરણી રથનું શનિવારે રાજકોટમાં આગમન

SaurshtraKranti logo

ગુજરાત પરિભ્રમણ એકતા યાત્રા કરણી 2થ આવતી કાલે શુક્રવારે સાંજે રતનપર આવી પહોંચશે જ્યાં રાત્રે ભવ્ય લોકડાયરો અને તા.14 ને  શનિવારે સવારે યાત્રાનું રાજકોટમાં આગમન થશે. રાજકોટ 150 ફુટ રીંગ રોડ પરથી પસાર થનાર આ યાત્રા કરણી રથનું માધાપર ચોકડીએથી ગોંડલ રોડ ચોકડી સુધી રાજકીય પક્ષો તેમજ વિવિધ સામાજીક સંસ્થાઓ, સંગઠનો દ્વારા ઠેર ઠેર સ્વાગત અને હરખભેર વધામણા થશે. ગુજરાતના સ્થાપના દિવસે 1 લી મેના રોજ કચ્છ માતાના મઢથી માતાજીની જયોત સાથે એકતા યાત્રાનો આરંભ થયો હતો. રાજયભરમાં અંદાજે 1,900 કિલોમીટરથી પણ વધુ પરિભ્રમણ કરનાર આ એકતા યાત્રા તા. 16 ના રોજ સોમનાથ ખાતે પહોંચશે.

Visit Saurashtra Kranti Homepage here

કચ્છ માતાજી તેમજ અંબાજી માતાજીના દ્વારે થઈ ઉતર ગુજરાત, ભાવનગર, ધોલેરા, સુરેન્દ્રનગર, સુરજ દેવળ અને મોરબી જિલ્લામાં થઈને આવતીકાલે તા.13 ના શુક્રવારે સાંજે મોરબી રોડ પરના રતનપર રામ મંદિર ખાતે પહોંચશે. જયાં રાજકોટ જિલ્લાભરની કરણી સેના હોદેદારો, ક્ષત્રિય સમાજની સંસ્થાઓ આગેવાનો દ્વારા સન્માન કરાશે. રાત્રે ખ્યાતનામ લોક કલાકાર રાજભા ગઢવી, ધીરૂભાઈ સરવૈયા અને શેખરદાન ગઢવી સહીત અન્ય નામી કલાકારોનો ભવ્ય લોકડાયરો આયોજીત કરાયો છે. જેમાં ક્ષત્રિય ધર્મ, હિન્દુત્વ, ભગવા રંગના ગુણગાન અને ઈતિહાસની ધરોહરને ઉજાગર કરાશે.

બીજા દિવસે શનિવારે સવારના 9.30 વાગ્યાના સમયે રતનપરથી એક્તા યાત્રા કરણી 2 થનું અંદાજે 500 થી વધુ કારો , જીપો, ટુ વ્હીલરો, અશ્વ સવારો સાથે રાજકોટમાં આગમન થશે. માધાપર ચોકડીએ સવારે 10.15 કલાકે પહોંચશે. માધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધીના રૂટ 52 થી પસાર થનાર આ યાત્રાનું અલગ અલગ પોઈન્ટ ઉભા કરી રાજકીય સંગઠનો, સંતો મહંતો, આગેવાનો, વિવિધ સમાજ સંગઠનો, સંસ્થાઓ દ્વારા કુંમકુંમ તિલક, ફુલહાર, ઢોલનગારા, ડી.જે.ની ધુન કેસરીયા માહોલ સાથે અલગ અલગ રીતે સ્વાગત માહોલ સાથે હિન્દુત્વની એકતા સમી આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાશે.

Read About Weather here

આ યાત્રાને સફળ બનાવવા ગુજરાત રાજપુત કરણીસેના પ્રમુખ જે.પી. જાડેજા, પ્રભારી ભરતભાઈ કાઠી, પ્રદેશ સંરક્ષક મેરૂભા જાડેજા, પ્રદેશ ઉપાધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા, પ્રદેશ સચિવ કુલદીપસિંહ જાડેજા, ઉપાધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ રાણા, પૃથ્વીસિંહ પરમાર, સૌરાષ્ટ્ર પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજા, રાજકોટ જિલ્લા અધ્યક્ષ જયકિશનસિંહ ઝાલા, શહેર અધ્યક્ષ તીર્થરાજસિંહ ગોહીલ, શહેર પ્રભારી ભરતસિંહ જાડેજા, સત્યેન્દ્રભાઈ ખાચર, શીવરાજભાઈ ખાચર, રાજદીપસિંહ જાડેજા, રાજાભાઈ વાવડી, સતુભા જાડેજા, જગદીશસિંહ જાડેજા, માણસુરભાઈ વાળા, ગજુભા જાડેજા, ઉપેન્દ્રસિંહ ઝાલા, બલભદ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, સત્યજીતસિંહ જાડેજા, વનરાજસિંહ ઝાલા, ભુપેન્દ્રસિંહ ઝાલા, પ્રદિપસિંહ જાડેજા, યોગરાજસિંહ જાડેજા, જશુભા જાડેજા, પ્રયરાજસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, દશરથસિંહ જાડેજા સહિતનાઓએ જહેમત ઉઠાવી રહેલ છે. તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here