રાજકોટ: સ્પામાં સરપ્રાઇઝ ચેકીંગ કરતી પોલીસ

રાજકોટ: સ્પામાં સરપ્રાઇઝ ચેકીંગ કરતી પોલીસ
રાજકોટ: સ્પામાં સરપ્રાઇઝ ચેકીંગ કરતી પોલીસ

શહેરમાં સ્પાની આડમાં ગોરખધંધા થતા હોવાની શંકાના આધારે રાજકોટ પોલીસે સ્પામાં સરપ્રાઇઝ ચેકીંગ કર્યુ હતું. ગેરકાયદેસરની પ્રવૃતિ સદંતર બંધ થાય તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ , નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણકુમાર મીણા ઝોન-1, નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા ઝોન-2એ શહેરમાં આવેલ સ્પા ખાતે સરપ્રાઇઝ ચેકીંગ કરી જો કાંઇ ગેરકાયદેસર મળી આવેતો કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ જેઓની સુચના અન્વયે મદદનીશ પોલીસ કમિશ્નર ડી.વી.બસીયા તથા ક્રાઇમ બ્રાન્ચ પો. ઇન્સ, વી. કે. ગઢવી તથા એસ.ઓ.જી. પો. ઇન્સ. આર, વાય રાવલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી. તથા પેરોલ ફર્લો સ્કોડની અલગ અલગ કુલ -12 ટીમો બનાવી રાજકોટ શહેરમાં આવેલ સ્પા ખાતે સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવેલ હતુ.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં શહેરના કુલ-28 સ્પા ખાતે સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવેલ જે ચેકીંગ દરમ્યાન સ્પા વ્યવસાય ખાતે કોઇ ગેરકાયદેસર પ્રવૃતિ મળી આવેલ નથી તેમજ સ્પાના સંચાલકોને હાલમાં કોરોના વાયરસની મહામારી ફલાયેલ હોય કોવિડ-19 અંગેની સરકારની માર્ગદર્શીકાનુ ચુસ્તપણે પાલન કરવા તેમજ ભવિષ્યમાં કોઇ ગેરકાયદેસર પ્રવૃતી ન થાય તે માટે સમજ કરવામાં આવેલ હતી તેમજ રાજકોટ શહેર પોલીસ દ્વારા ભવિષ્યમાં પણ સ્પેશ્યલ ડ્રાઇવ રાખી સ્પા ખાતે સરપ્રાઇઝ ચેકીંગની કામગીરી કરવામાં આવશે અને જો કોઇ સ્પા ખાતે કોઇ ગેરકાયદેસરની પ્રવૃતિ આચરવામાં આવતી હશે તો તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Read About Weather here

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી. તથા પેરોલ ફર્લો સ્કોડના પો. સબ ઇન્સ. – 5, એ.એસ.આઇ./ એચ.સી/પી.સી. -45 તથા મહિલા પો. કોન્સ. -6 નાઓની અલગ અલગ કુલ – 12 ટીમો બનાવી સ્પા ખાતે સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવેલ હતુ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here