રાજકોટ-સૌરાષ્ટ્રમાં નવજાત શીશુઓના અકાળે મોતનું પ્રમાણ ચિંતા જનક

72
નવજાત-શીશુ
નવજાત-શીશુ

Subscribe Saurashtra Kranti here

આધુનીક યુગમાં પણ અભિશાપ બની રહેલી કુપોષણની સમસ્યા

મધ દરીયે તરસ્યા રહેવા જેવી વિચિત્ર પરિસ્થિતિ

ફુલ ખીલે એ પહેલા મુરઝાય છે, નવજાતના મૃત્યુના કિસ્સામાં રાજકોટ ત્રીજા ક્રમે, 10 વર્ષથી માંડી 19 વર્ષ સુધી ક્ધયાઓને પૌષ્ટિક ખોરાકની વધુમાં વધુ જરૂર

નવજાત શીશુઓના અકાળે મોત

આપણે ત્યાં અનાજના ભંડાર ભર્યા છે. જેમાં દર વર્ષે કુદરતની કૃપાથી ઉમેરો થતો રહે છે. શાકભાજી, ફળોનું પણ બ્મપર ઉત્પાદન થતું રહે છે. છતાં આશ્ર્ચર્ય અને આધાતની પરીસીમા એ છે કે, રાજકોટ જેવા સુધરેલા મહાનગર સહિત સૌરાષ્ટ્રમાં કુપોષણ અને ઓછા વજનના પાપે નવજાત શીશુઓના મૃત્યુદર કુદકેને ભુસકે વધી રહયો છે.

જેના કારણે આરોગ્ય અને આહાર નિષ્ણાંતો એ ગંભીર ચિંતાની લાગણી વ્યકત કરી છે. નવજાત શીશુઓના મૃત્યુના આંકડાની દ્રષ્ટીએ રાજકોટ જેવું સ્માર્ટ શહેર રાજયના ત્રીજા ક્રમે આવે ત્યારે કુપોષણની પરિસ્થિતિ જરૂર ધ્યાન પ્રેરક બની જાય છે. અનેક બાળકોના મૃત્યુ ઓછા વજન, અપુર્તા પોષણને કારણે થાય છે તેમ જાહેર થયું છે. અધુરા મહિને જન્મતા શીશુઓનું મૃત્યુ થવાનું પ્રમાણ પણ વધી રહયું છે એવું ખુદ સરકારી આંકડા પરથી અભીપ્રેત થાય છે.

આજના આધુનીક યુગમાં જયારે ધાન્યના ભંડાર ભર્યા હોય ત્યારે સર્ગભાઓને પૌષ્ટિક ખોરાક ન મળ્યો હોય તેના કારણે માતાના પેટમાં નવજાત શીશુનો વિકાસ કુંઠીત થઇ જાય એ ધણી જ આધાત જનક બીના છે. કુપોષણ સૌરાષ્ટ્ર માટે એક અભીસાપ બન્યું છે. સર્ગભા બહેનો અને ધાત્રી માતાઓ માટે અનેક યોજનાઓ સરકારના ચોપડે છે જેમાં નવજાત શીશુના વિકાસ માટે પોષક આહાર જેવી યોજનાઓ મોટા ઉપાડે જાહેર કરવામાં આવે છે. પરંતુ નવજાત શીશુના મૃત્યુનું પ્રમાણ કેમ અટકતું નથી. એ સવાલનો જવાબ કોઇ આપતું નથી.

આપણા નવા જન્મતા સંતાનો એ ભારતનું ભાવી છે. ભવિષ્યમાં એમણે દેશનો, પરીવારનો, સમાજનો હવાલો સંભાળવાનો છે. ત્યારે કુપોષણે ભારતના ભવિષ્યને ધુધળુ કરી નાખ્યું છે. સરકારી આંકડા મુજબ ગુજરાતમાં છેલ્લા બે વર્ષ દરમ્યાન અમદાવાદ જિલ્લામાં 3134, વડોદરામાં 1975 અને રાજકોટમાં 1834 નવજાત શીશુઓ આંખ ખોલે એ પહેલા જીવનને અલવીદા કહી ચુકયા હતા. સુરતમાં બે વર્ષમાં 1775 નવજાત શીશુઓના જન્મતા વેત યાતો થોડા દિવસોમાં મૃત્યુ થયાનું નોંધાયું છે. વર્ષે સરેરાશ 7 હજાર ફુલકા આ રીતે મરણને સરન થઇ જાય છે.

રાજકોટની વાત કરીએ તો અહીં દર વર્ષે 4 હજાર બાળકો એવા જન્મે છે જેમને તુરંત જ આઇસીયુમાં લઇ જવા પડે છે. યા કાચની કેબીનમાં રાખવા પડે છે. 2020માં રાજકોટમાં 20 હજાર બાળકોનો જન્મ થયો હતો. તેમાંથી 203 બાળક અને 168 બાળકીનો અકાળે મૃત્યુ થયાનું નોંધાયુ હતું. એટલે એટલા બાળકોના તો માંના ઉદરમાંજ મોત થયા છે. સિવિલ હોસ્પિટલમાં ગયા વર્ષે 4600 બાળકોને જન્મતા વેત જ આઇસીયુમાં દાખલ કરવા પડયા હતા.

તબીબો એ માટે એવા કારણો આપે છે કે, પૌષ્ટિક ખોરાકના અભાવથી આવા બાળકો ઓછા વજન વાળા જન્મે છે. અમુક અધુરા માસે જન્મે છે અને જીવનનો પહેલો મહિનાનો સુરજ પણ જોઇ શકતા નથી. તબીબો પોષણ વાળા ખોરાક પર ખુબ ભાર મુકી રહયા છે એમનું માનવું છે કે, ક્ધયાઓને 10 થી 19 વર્ષની વયની વચ્ચે વિશેષ કાળજી અને પૌષ્ટિક ખોરાકની ખોરાકની જરૂર હોય છે.

રાજકોટમાં 2 વર્ષ દરમ્યાન 10623 શીશુઓને જન્મ બાદ આઇસીયુમાં દાખલ કરાયા હતા અને એ પૈકીના 1834 શીશુઓએ દુનીયાને અલવીદા કહી દીધી હતી. સિવિલના બાળકો નિષ્ણાંત ડો. આરતી મકવાણાએ જણાવ્યું હતું કે, જન્મ સમયે બાળકનો વજન અઢી કિલોથી ઓછુ હોય ત્યારે મુશ્કેલી સર્જાય છે. એજ રીતે અધુરા મહિજે જન્મેલા બાળકના ફેફસા વિકસીત થયા હોતા નથી. એટલે શ્ર્વાસની તકલીફ થાય છે. મોંધુ દાટ ઇન્જેકસન દેવું પડે છે. જો કે એ સરકારી હોસ્પિટલમાં મફત મળે છે.

Read About Weather here

માતાએ આર્યન સહિતનો પોષટીક આહાર લીધો ન હોય તો બાળકને અસર થાય છે. શીશુ જન્મતા વેત ન રડે તો મગજ પર અસર થાય છે. આ તમામ વસ્તુઓથી બચવા સગર્ભા મહિલાને પુરતા વીટામીન અને લોહ તત્વો મળે એ જરૂરી છે. ફાસ્ટ ફુડથી તો બીલકુલ દુર રહેવું જોઇએ. તો નવજાત શીશુના મૃત્યુનું પ્રમાણ ઘટાડી શકાશે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here