રાજકોટ-સૌરાષ્ટ્રના આકાશમાં વાદળો ઘેરાય છે પણ ચિંતાના

રાજકોટ-સૌરાષ્ટ્રના આકાશમાં વાદળો ઘેરાય છે પણ ચિંતાના
રાજકોટ-સૌરાષ્ટ્રના આકાશમાં વાદળો ઘેરાય છે પણ ચિંતાના

વરસાદ બે દિવસ હાઉકલી કર્યા બાદ થંભી જતા લોકોમાં ધેરી ચિંતા : પીવાના પાણીની સમસ્યા ઉભી થવાનો ડર, નર્મદા પર અવલંબન વધશે : ગઇરાત્રે અને આજે દેવભુમી દ્વારકા તથા જામનગર જિલ્લા સિવાય બધે કોરૂંઢાકોડ

રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં ગયા સપ્તાએ મેઘરાજાએ હાઉકલી કર્યા બાદ ફરી એક વખત વરૂણ દેવ કાળા વાદળો પાછળ છુપાઇ જતા લોકો અને ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી વળી છે.

Subscribe Saurashtra Kranti here

આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયેલા રહે છે અને લોકોના મનમાં વરસાદની આશાઓ જગાવે છે. પરંતુ વાદળો વરસતા નથી અને આકાશમાં દોડાદોડી કરતા રહે છે.

વરસાદ ખેંચાઇ જવાથી ફરીવાર ગરમી અને ઉકળાટમાં વધારો થઇ રહયો છે. જળાશયોની સપાટી ઝડપથી ઘટી રહી છે. આગામી દિવસોમાં વ્યાપક વરસાદ નહીં આવે તો રાજકોટ સહિતના જિલ્લાઓમાં પીવાના પાણીની સમસ્યા ગંભીર બને તેવો ડર છે.

ગઇકાલે રાત્રે અને આજે દેવભુમી દ્વારકા તથા જામનગર જિલ્લા સિવાય અન્ય કોઇ સ્થળે વરસાદ નોંધાયો નથી. દ્વારકામાં આજે પણ ભારે ગાજવીજ અને તોફાની પવન સાથે જોરદાર વરસાદ તુટી પડયો હતો.

પરીણામે માર્ગો પર નદીઓ વહીગઇ હતી. દ્વારકાધીશ મંદિરનું પરીષર જળબંબાકાર થઇ ગયું હતું. સમગ્ર દ્વારકામાં ચારે તફર જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. ગોમતી ધાટ પર ભારે વરસાદ છતાં આસ્થાળુઓની મોટી ભીડ ઉમટી રહી છે.

Read About Weather here

જામનગરમાં વરસાદના જોરદાર ઝાપટા પડયા છે અને તોફાની પવન ફુંકાઇ રહયો છે. આ બે જિલ્લાઓ સિવાય અન્ય જિલ્લાઓ 3 દિવસથી કોરાઢાકોડ પડયા છે અને લોકોના મનમાં ચિંતાના વાદળ ધેરાયા છે. આગામી દિવસોમાં મેઘરાજા કૃપા વરસાવે એવી લોકો અને તંત્ર પ્રાર્થના કરી રહયા છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here